- લોકોને સુરક્ષા પુરી પાડનારા પોલીસ જવાનો જ અશુરક્ષિત
- રામોલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો
- પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાય
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં રામોલ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહ પર આરોપી દ્વારા હુમલો કરાવમાં આવ્યો હતો. ત્યારે એક જ સોસાયટીના મહિલા સહિત 6 લોકોએ ભેગા થઈને પોલીસ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
આરોપી દ્વારા પોલીસ પર કરાયો હુમલો
અમદાવાદ જિલ્લા પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ વિશાલ ગોસ્વામી, વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ, દિપક વર્મા, મોહિત વર્મા, શતિશ વર્મા, અને મંજુબેન વર્મા છે, ત્યારે આ તમામ આરોપીઓ રામોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. આરોપી વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ અને અને તેની સાથે ઉભેલા આરોપી વિશાલ ગોસ્વામીએ પૈસાની લેતી દેતીમાં રામોલ વિસ્તારમાં આવેલા નિજ સોસાયટી પાસે એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહ અને બીજા પોલીસ કર્મચારી પેટ્રોલિંગમાં હતા. તે વખતે યુવક પર હુમલાની જાણ થતાં નિજ સોસાયટીની બહાર પહોંચ્યા હતા. પોલીસ ત્યાં પહોંચતા આરોપી વિશાલ ગોસ્વામી ભાગી ગયો હતો.
આ પણ વાંચો: મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર
જોકે પોલીસ તેને પકડવા જતાં આરોપી ઘરમાં ઘૂસી ગયો હતો
કોન્સ્ટેબલ પ્રતાપસિંહ આરોપી વિશાલને પકડવા માટે ઘરમાં ઘુસતા એક જ પરિવારનાના 4 સભ્યોએ ભેગા મળી ઘરનો દરવાજો બંધ કરીને પ્રતાપસિંહ સાથે ઝપાઝપી કરી હતી. જોત જોતામાં આરોપી વિશાલ બહાર આવ્યો અને પ્રતાપસિંહને પોલીસ છું તો તેનું આઇ કાર્ડ બતાવવાનું કહી છરી વડે હુમલો કર્યો હતો. જોકે પ્રતાપ સિંહ સાથે રહેલા બીજા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઘરનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત પ્રતોસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હાલ તો રામોલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટનાને જોતા ચોક્કસથી એવું કહી શકાય કે લોકોને સુરક્ષા પૂરી પાડનારા પોલીસ જવાનો જ અસુરક્ષિત છે.