ETV Bharat / city

ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને

author img

By

Published : Aug 31, 2021, 7:05 PM IST

Updated : Aug 31, 2021, 7:55 PM IST

ગુજરાતમાં હાલની વરસાદની પરિસ્થિતિ પ્રમાણે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદી ઘટ રહે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, ત્યારે AAP પાર્ટીએ વરસાદની પરિસ્થિતિને લઈ ખેડૂતોના મુદ્દાઓ સાથે સરકાર પર પ્રહાર કર્યા છે. તો બીજી તરફ સરકારે આમ આદમી પાર્ટીને દુઃખી ગણાવીને વળતો પ્રહાર કર્યો છે.

ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને
ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને

  • ગુજરાતમાં વરસાદની 50 ટકા ઘટ - AAP
  • ખેડૂતોને રાહત આપવામાં સરકાર નિષ્ફળ
  • આમ આદમી પાર્ટી જનતાને ગેરમાર્ગે લઈ જઈ રહી છે - ભાજપ

અમદાવાદ- ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સાથે ખભેથી ખભો મિલાવવાની વાત કરી રહી છે. જે એક રાજકીય સ્ટંટ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વરસાદ દિવસોથી હાથતાળી આપી રહ્યો છે ત્યારે ગુજરાતની સરકારની સંવેદના ઊંઘી ગઈ છે.

આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સ્પેશિયલ પેકેજની માગ સાથે CMને પત્ર લખ્યો

ખેડૂતોની માંગણી અને સરકારની યોજનાના અમલ માટે AAP દ્વારા અપાશે આવેદન

આ અંગે સાગર રબારીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોને મળવી જોઇતી મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના, એસડીઆરએફની યોજનાઓના અમલ વિશે ગુજરાત સરકાર મૌન છે. દુષ્કાળ મેન્યુઅલ ભુલાઈ ગયું છે સરકારની સંવેદના કોમામાં છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારની સંવેદનાને ઢંઢોળવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જઈ રહી છે. જેને જોઇ આવતીકાલે ખેડૂતોની માંગણીઓ અને સરકારની યોજનાઓના અમલ માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવશે.

AAP નેતા સાગર રબારી

આમ આદમી પાર્ટીએ પત્રમાં શું કર્યો ઉલ્લેખ

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખૂબ કફોડી છે. પહેલા તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથતાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવ ખાલીખમ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણના કારણે જીવાતના ઉપદ્રવે દવાના ખર્ચમાં વધારો કર્યો છે. મોંઘાભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે.

ક્યાં કેટલો વરસાદ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે, જૂન-જુલાઈમાં 27 ઓગસ્ટ સુધીની જિલ્લાવાર વરસાદની ટકાવારી ખૂબ જ ચિંતાજનક છે. ગુજરાતના પાંચ વિસ્તારોમાં 27 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.93 ટકા, સૌરાષ્ટ્રમાં 37.05ટકા અને દક્ષિણ ગુજરાતમાં 51.31 ટકા વરસાદ થયો છે.

આપ દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી કેટલીક માંગણીઓ

સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવે તેવી માંગ છે. તો બીજી તરફ એસડીઆરએફ દ્વારા ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચુકવણી કરવામાં આવે, રકમમાં ભાવ વધારાને ધ્યાને રાખી વધારો પણ કરવામાં આવે તેવી માંગ છે. મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના એસડીઆરએફના ધોરણે જે સર્વે થયો હોય તે સર્વેના આધારે જે ખેડૂતોને નુકસાન થયું હોય તે તમામ ખેડૂતોને નુકસાની પ્રમાણે ભાવવધારાને ધ્યાને રાખી વળતર ચૂકવવાની માંગ છે.

જરૂરિયાતમંદો માટે તરત જ રાહત કામો શરૂ કરવા જોઈએ

બીજી તરફ ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માંગતો હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદો માટે તરત જ રાહત કામો શરૂ કરવા જોઈએ. જો પાછળ વરસાદ પૂરતો ના થાય તો પીવાના પાણીના અંતરિયાળ ગામોમાં ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી સ્થિતિ છે, ત્યારે સરકાર પગલાં ભરે તે જરૂરી છે. સરકાર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો પણ હાથ ધરશે.

ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપી રાજનીતિ કરવી તે ખરી રાજનીતિ છે

રાજનીતિના પ્રશ્નનો જવાબ આપતા AAP નેતા સાગર રબારીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોઈ જ્ઞાતિ અથવા તો કોઈ ધર્મનો અપમાન કરીને જ રાજનીતિ કરવી તેના કરતાં ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપી રાજનીતિ કરવી તે ખરી રાજનીતિ છે. કોઈ જ્ઞાતિ વિશે ખરાબ નિવેદન આપવું અથવા તો હિંદુ-મુસ્લિમ કહીને બે અલગ-અલગ જ્ઞાતિઓના અપમાન કરવા તે ખરેખર રાજનીતિમાં રહેલું નથી. રાજનીતિ લોકોની સમસ્યાઓને વાચા આપવી, લોકોને પડી રહેલી મુશ્કેલીઓને વહેલી તકે દૂર કરવી, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને પડી રહેલી મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરી શકાય તેની પર કામ કરી રહી છે અને તેને જો રાજનીતિ કહી શકાતી હોય તો હા ગુજરાતમાં રાજનીતિ કરવા આમ આદમી પાર્ટી આવેલી છે.

આ પણ વાંચો- પોરબંદર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માલધારીઓ દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત

ભાજપે આમ આમ આદમી પાર્ટી પર કર્યો વળતો પ્રહાર

AAPને વળતો જવાબ આપતા ભાજપના નેતા યમલ વ્યાસે જણાવ્યું કે, ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી વરસાદ આવવાની પૂરતી શક્યતાઓ છે. ત્યારે કોઈપણ પ્રકારની દુષ્કાળની સ્થિતી નિર્માણ થઇ શકવાની નથી, પરંતુ AAP ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, AAP પાસે કોઈ મુદ્દાઓ રહેલા નથી, જ્યારે ગુજરાતની જનતાએ 25 વર્ષ સુધી વિકાસને ઝંખ્યો છે, વિકાસને જોયો છે ત્યારે AAP કોરોના જેવી મહામારીમાં લોકોને સાંત્વના આપવાની જગ્યાએ રાજનીતિ કરવા નીકળી હતી, ત્યારે હવે વરસાદી માહોલ બન્યો છે દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થઇ શકવાનું નથી. તેમ છતાં ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહી છે. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ પાણીની અછત થશે તો તેને પહોંચી વળવા માટે પણ ગુજરાત સરકાર તત્પર છે. ગુજરાતના ખેડૂતોને મળતી તમામ સહાય પણ ગુજરાત સરકાર દ્વારા સતત પહોંચાડવામાં આવી રહી છે. જો કે, AAP હાલ દુઃખી અવસ્થામાં જોવા મળી રહી છે.

Last Updated : Aug 31, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.