ETV Bharat / city

અમદાવાદના સ્વામિનારાયણ મંદિર ખાતે અબજીબાપાની 115મી જયંતી ઉજવાઈ - Bill Gates

આજે ગુરુવારે સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple) કુમકુમ મણિનગર દ્વારા અબજીબાપા(Abjibapa)ની વાતોની 115મી જયંતીની ઓનલાઈન મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી(Anand Priya Dasji Swami)ની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અબજીબાપાશ્રીની 2,55,555 વાતોનું પઠન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
અબજીબાપાની 115મી જયંતી ઉજવાઈ
author img

By

Published : May 27, 2021, 10:37 PM IST

  • કુમકુમ મંદિર દ્વારા ફ્રુટોત્સવની ઉજવણી કરવામાં આવી
  • અબજીબાપાની 2,55,555 વાતોનું પઠન કરવામાં આવ્યું
  • દેશ-વિદેશમાં સત્સંગીઓએ ઓનલાઈન સામૂહિક આરતી કરીને લાભ લીધો
    અમદાવાદના સ્વામિનારાયણ મંદિર ખાતે અબજીબાપાની 115મી જયંતી ઉજવાઈ

અમદાવાદઃ આજે ગુરુવારે સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple) કુમકુમ મણિનગર દ્વારા અબજીબાપા(Abjibapa)ની વાતોની 115મી જયંતીની ઓનલાઈન મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી(Anand Priya Dasji Swami)ની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અબજીબાપાશ્રીની 2,55,555 વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા અને જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ વિવિધ પ્રકારના ફળો ગોઠવીને ફ્રુટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અબજીબાપાની આરતી કરાઈ

આ પ્રસંગે અબજીબાપાની વાતોમાંથી યુવાનોએ પ્રેમવત્સલદાસજી સ્વામીને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવી હતી. અંતમાં મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે જ દેશ-વિદેશમાં અબજીબાપાની વાતોનું પૂજન કરીને તમામે એક સાથે આરતી ઉતારી હતી.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા 12 ફૂટનું માસ્ક બનાવાયું

ઓનલાઈન સત્સંગ યોજાયો

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી(Premvatsaldasji)એ જણાવ્યું હતું કે, 24 મેથી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ અબજીબાપા(Abjibapa)શ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો. જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ બાદ કરવામાં આવી હતી. મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી એક ફૂલમાં આખા બગીચાની ખુશ્બુ અને સૌંદર્ય બક્ષે છે. બાપાની વાતોની જે એક વખત પણ પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.

ETV BHARAT
અબજીબાપાની 115મી જયંતી ઉજવાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ગ્રંથ

સ્વામિનારાયણ સંપ્રદાય(swaminarayan sampraday)માં અનેક ગ્રંથો છે. દરેક ગ્રંથોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનની સ્વરુપનિષ્ઠા, દોષો ઉપર કેમ વિજય મેળવવો આદિ અનેક વિષયો ઉપર વર્ણન કરવામાં આવેલું છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છમાં પ્રગટ થયેલા અબજીબાપાશ્રીએ જે સર્વ શાસ્ત્રોના સારરુપ જ્ઞાન પીરસ્યું છે તે તો અદ્ભૂત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા અને તેમણે સમજાવેલા અનાદિમુક્તની સ્થિતિનું નિરુપણ, ભગવાનની મૂર્તિમાં રહીને કેવી રીતે સુખ લેવું. ભગવાનને કેવી રીતે પામવા એ જે એમણે જ્ઞાન આપ્યું છે તે અલૌકિક છે. તેમના એક એક બોલ ત્રિવિધિના તાપનું સંતાપ હરનારા છે. તેમણે જે જ્ઞાન પીરસ્યું છે તેનો સંગ્રહ શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-1 અને ભાગ-2ના ગ્રંથ સ્વરુપે આજે આપણને વાંચવા મળે છે તો આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ

પુસ્તકો જીવનનું ઘડતર કરનારા

બિલ ગેટ્સ(Bill Gates) સૂતા પહેલા 01 કલાક, વોરન બફેટ(Warren Buffett) દિવસમાં 05 કલાક વિવિધ પુસ્તકો વાંચે છે. જો આવી મોટી મોટી વ્યકિતઓ સમય કાઢીને પુસ્તકો વાંચે છે. કારણ કે, પુસ્તકો વાંચવાથી માણસને નૂતન ઉર્જા પ્રાપ્ત થાય છે. જો આવી વ્યકિતઓને વાંચવાનો સમય મળે છે, તો આપણે પણ સમય કાઢીને અવશ્ય વાંચન કરવું જ જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.