- 18 નવા સમાવાયેલ ગામોને વિકાસ તરફ લઈ જવા અગ્રિમતા અપાશે
- રોડ, પાણી, ગટર વ્યવસ્થા, શિક્ષણ જેવા કામોને અગ્રીમતા અપાશે
- હું અને મારી ટીમ લોકો માટે સતત કાર્ય કરીશું
ગાંધીનગર : મેયર (Mayor) માટે આગામી સમયમાં ઘણા એવા ચેલેન્જીંગ કામો છે કે જે 2.5 વર્ષમાં પૂરા કરવાના રહેશે. ખાસ કરીને ગાંધીનગર (Gandhinagar) વિસ્તારમાં 18 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિકાસની ગતિ તેજ કરવી પડશે આ ઉપરાંત આ પહેલાના પૂર્વ મેયર હતા કે જેમના પર અનેક ભ્રષ્ટાચાર (corruption)ના આરોપો લાગેલા હતા. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી મેયર માટે કેટલીક ચેલેન્જીંગ પણ રહેશે. જેને લઇને હિતેશ મકવાણા(Hitesh Makwana)એ ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: Exclusive Interview: સોશિયલ મીડિયા સ્ટાર મૈથિલી ઠાકુરની ETV ભારત સાથેની ખાસ વાતચીત
પ્રશ્ન : તમારા માટે મેયર પદ કેટલું ચેલેન્જીગ રહેશે કેમકે આ પહેલા જે મેયર હતા તેમના પર ભ્રષ્ટાચારના આરોપો હતા, શું કહેશો?
જવાબ : આ પહેલાં આ જે મેયર હતા તેમને પણ ઘણા કામો કર્યા છે ખાસ કરીને મારા માટે જે નવા 18 જેટલા ગામો ગાંધીનગરના 1 થી 30 સેક્ટર સિવાય કોર્પોરેશન વિસ્તારમાં એડ કરવામાં આવ્યા છે. જ્યાં વિકાસના કામોને પહેલા મહત્વ આપવામાં આવશે. આ વિસ્તાર ફૂલે ફાલે તેને લઈને કામગીરી અગ્રીમતાના ધોરણે કરીશું.
આ પણ વાંચો: સિકંદરાબાદમાં કિંજલ દવે સાથે Etv Bharat ની વાતચીત
પ્રશ્ન : રાજકીય ક્ષેત્રે જોડાયા બાદ અગ્રીમતાના કામો ને વધુ મહત્વ આપવામાં આવે છે, આપ કયા કામોને પહેલા અગ્રીમતા આપશો?
જવાબ : મેયર તરીકે અને મેયરને લગતા જે પણ કંઈ કામ છે આ ઉપરાંત મારી સામે આવેલા અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના કામો રોડ રસ્તા ગટર પાણી, શિક્ષણ સહિતના તમામ કામોને મહત્વ આપીશ. આ ઉપરાંત પણ જે કંઈક ખૂટતું કરતું હશે તેને પહેલા કરવામાં આવશે. કામો ઝડપી અને જલ્દી સોલ્વ થાય તેના માટે હું અને મારી ટીમ સતત કાર્ય કરીશું.