ETV Bharat / city

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત - Corona news

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણનો વ્યાપ સર્વોચ્ચ સપાટીએ જોવા મળી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં સંક્રમણ વધ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો કોરોનાના સંક્રમણને રોકવા નાના- મોટા પગલાં ભરી રહી છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Mar 24, 2021, 9:47 AM IST

  • દેશમાં કોરોના સંક્રમણ ઉચ્ચ સપાટીએ
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ
  • સંક્રમણ ફેલાતું અટકાવવા રાજ્યોએ નાના- મોટા પગલા લીધા
  • આકરા પગલા હાલ શક્ય નહીં ?

અમદાવાદ: લોકડાઉન બાદ ફરીથી આર્થિક ગતિવિધિઓનો વ્યાપ વધતા સમય લાગ્યો છે. જેથી ફરીથી આકરા પગલાં ભરવા તે રાજ્ય સરકારોને પોષાય તેમ નથી. રાજ્યો વધતા કોરોના સંક્રમણને રોકવા સામાન્ય પગલાંઓ લઇ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાઇ રહ્યાં છે. ગુજરાતમાં પણ મોટા શહેરોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે, ગુજરાતમાં આવેલા કોરોના સંક્રમિત કેસોમાં મહારાષ્ટ્રથી આવેલા લોકોનો સંપર્ક ટ્રેસ થયો છે. જેને લઇને હવે ઓચિંતા પગલાં ભરવા પડે તેવી જરૂરિયાત વર્તાય છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વ્યક્તિએ ફરજિયાત કોરોનાનો RT- PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈશે. જે 72 કલાક સુધી માન્ય ગણાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ પણ થશે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

આ પણ વાંચો : વડોદરામાં OSD વિનોદ રાવની નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક યોજાઈ

જિલ્લા તંત્રોને જાણ કરાઈ

આ અંગેની જાણ તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ મહાનિર્દેશક, પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર, વાહન વ્યવહાર ખાતા, એરપોર્ટ ઓથોરિટી વગેરેને કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ પ્રકારના પગલાં પહેલા જ લઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં અને રેલવે સ્ટેશનો પર ખાસ કરીને સ્ક્રિનીંગની જરૂરિયાત છે.

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ કુલ એક્ટિવ કેસ 8,318

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.