ETV Bharat / city

બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલમાં ટ્રસ્ટીપુત્રનું ગેરવર્તન, શિક્ષકોએ હોબાળો કર્યો

author img

By

Published : Jun 14, 2021, 7:50 PM IST

અમદાવાદ શહેરના બાપુનગરમાં આવેલી રઘુનાથ હિન્દી મીડીયમ સ્કૂલમાં ( Raghunath Hindi School ) હોબાળો થયો હતો. જેમાં ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવ દારૂ પીધેલી હાલતમાં હતો અને મહિલા ટીચરો સાથે બબાલ કરી ગેરવર્તન કર્યું હતું. જ્યારે સમગ્ર મામલો પોલીસસ્ટેશન પહોંચતા પોલીસે પ્રોહીબિશનનો કેસ ( Prohibition case ) કરવાની તજવીજ હાથ ધરી છે.

બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલમાં ટ્રસ્ટીપુત્રનું ગેરવર્તન, શિક્ષકોએ હોબાળો કર્યો
બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલમાં ટ્રસ્ટીપુત્રનું ગેરવર્તન, શિક્ષકોએ હોબાળો કર્યો
  • બાપુનગરમાં આવેલી રઘુનાથ હિન્દી મીડીયમ સ્કૂલમાં ( Raghunath Hindi School ) શિક્ષકોનો હોબાળો
  • ટ્રસ્ટીના પુત્ર ચેતન યાદવે નશાની હાલતમાં ટીચરો સાથે બબાલ કરી ગેરવર્તન કર્યું
  • પોલીસે પ્રોહીબિશનનો ગુનો ( Prohibition case ) નોંધવાની તજવીજ હાથ ધરી

અમદાવાદઃ અમદાવાદ પૂર્વના બાપુનગર વિસ્તારની રઘુનાથ હિન્દી સ્કૂલમાં ( Raghunath Hindi School ) હોબાળા મામલે શિક્ષકોનો આક્ષેપ છે કે ટ્ર્સ્ટીનો પુત્ર ચેતન યાદવ કોઈ હોદ્દા પર ન હોવા છતાંય ગેરકાયદે શાળામાં જ પડ્યોપાથર્યો રહે છે અને અવારનવાર ધમકીઓ આપી બબાલ કરી મહિલા શિક્ષકો સાથે ગેરવર્તન કરે છે. આ મુદ્દે ટ્રસ્ટીને પણ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પુત્ર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

સમગ્ર મામલો પોલીસસ્ટેશન પહોંચતા પોલીસે પ્રોહીબિશનનો કેસ નોંધવાની તજવીજ કરી

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો મળ્યા નથી

ડીઇઓ શું પગલાં લેશે?

આ સમગ્ર મામલે શિક્ષકોનું કહેવું છે કે ચેતન યાદવને સ્કૂલમાં કોઈ હોદ્દો આપ્યો નથી તો તે કેમ અહીં આવે છે અને ખોટી રીતે શિક્ષકોને ધમકી આપે છે. ત્યારે deo ( Ahmedabad DEO ) અને પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ અમદાવાદની ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.