સુરત : દમણ-ગંગા-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા આજે રદ્ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સીએમ પટેલે કહ્યું કે આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતમાં રાખીને જાહેર કરવામાં આવી હતી. ઉપરોકત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોમાં કેટલાંક લોકોએ ગેર સમજ ઉભી કરી હતી, તેના કારણે આ યોજનાનો વિરોધ થયો હતો. મારી સરકાર આદિવાસીના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ મળતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ યોજના અમલમાં મૂકતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે. આથી ગુજરાત સરકાર આગળ વધારવા માંગતી નથી. આ યોજના રદ કરવા અંગે કેન્દ્રમાં પણ સહમતિ સંધાઇ છે. આમ આદિવાસી ભાઇ-બહેનોની લાગણીને માન આપી આ યોજના રદ્દ કરાઇ છે.
લિંક પ્રોજેક્ટને કરાયો રદ્દ - નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતની પાંચ નદીઓના લિંકની જાહેરાત કરી હતી. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે.
પ્રોજેક્ટ પાછળ આટલો ખર્ચો કરવાનો હતો - 3,904 કરોડ રૂપિયાના ખર્ચે તાપી નદીની કાયાપલટ કરવાની હતી. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપવામાં આવી હતી. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવવાની હતી. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવનાર હતો. આ માટે મનપાના અધિકારીઓ નેધરલેન્ડ, સ્પેન પણ જવાના હતા.
સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો બનાવવાનો હતો - સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવામાં આવવાનું હતું. સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવનાર હતો. તાપી રિવર ફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારી બનાવવાનો હતો. અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધાઓ પણ વિકસાવવામાં આવવાની હતી. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવનાર હતી.
શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો થાત - વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ પર હોત. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો નોંધાત. શહેરવાસીઓ અને પ્રવાસીઓને નવી સુવિધાઓ મળોત. નદીના બંને કાંઠે વિવિધ પ્રકારના છોડ વાવીને આકર્ષક બનાવવામાં આવનાર હતું. નદીના પાણી અને જમીનની વ્યવસ્થા કરીને પૂરને રોકવા માટે પગલાં લેવામાં આવોત. નદીને સ્વચ્છ રાખવાની સાથે પ્રદૂષિત પાણીને નદીમાં આવતા અટકાવવામાં આવોત.
નેધરલેન્ડ અને સ્પેનમાં અધિકારીઓને મોકલાના હતા - સુરત મહાનગરપાલિકાના સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ કરતાં પણ અત્યાધુનિક રિવરફ્રન્ટ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. વર્લ્ડ બેંક તરફથી સોફ્ટ લોનમાં ફર્સ્ટ ફેઝમાં માટે મળશે. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ માટે અધિકારીઓ નેધરલેન્ડ અને સ્પેનમાં જશે, જેનો ખર્ચ વર્લ્ડ બેંક ઉઠાવશે. અઠવા અને અડાજણ વિસ્તારમાં પાણીની ગુણવત્તા પણ સારી થશે.
મુખ્યપ્રધાને SPVની રચના માટે મંજૂરી આપી હતી - રાજ્ય સરકારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SPVની રચના માટેની પણ મંજૂરી આપી હતી. તાપી રિવર ફ્રન્ટ અને કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં શહેરના બ્યુટિફિકેશનના નવા આયામો સાકાર થવાના હતા. મુખ્યપ્રધાને આ હેતુ માટે 10 કરોડની અધિકૃત મૂડી સાથે તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચનાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
વિશ્વ બેંકની 1,991 કરોડની લોનમાં 70 ટકાની 'સોફ્ટ લોન' - SPV બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર રહેવાના હતા. SPVના 9 હિતધારકો (નિર્દેશકો)માંથી 3ની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવવાની હતી. પ્રથમ તબક્કામાં 1,236 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના હતા. સુડાના CEOને પણ ડાયરેક્ટર બનાવવામાં આવવાના હતા. શહેરમાં તાપી નદીની લંબાઈ 33 કિમી છે. પ્રોજેક્ટ બે તબક્કામાં વહેચવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં 1236 કરોડ રૂપિયાનો ખર્ચ હાથ ધરવામાં આવનાર હતો અને બીજા તબક્કામાં 2,668 કરોડ રૂપિયાનો ખર્ચ હાથ ધરવામાં આવનાર હતો.
પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા - રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી પણ આપી દીધી હતી. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકના 1,991 કરોડના 70 ટકાની 'સોફ્ટ લોન' મળવા પાત્ર હતી. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 5-5 કરોડ રૂપિયા પણ આપવાની હતી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા હતો.
વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ - નદી પર કન્વેન્શન બેરેજ બનાવવામાં આવનાર હતું, જે માટે ફરીથી ટેન્ડરો પણ મંગાવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં કન્વેન્શન બેરેજના ઉપરના વિસ્તારને સિંગણપોર વિયર સુધી વિકસાવવામાં આવનાર હતું, જેની લંબાઈ લગભગ 10 કિમી હતી અને બીજા તબક્કામાં 23 કિલોમીટરની ત્રિજ્યામાં વિશાળ પાણીનું તળાવ બનાવવામાં આવનાર હતું.
મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓ - ફેઝ-2માં સિંગણપોર વિયરથી કાદરી સુધી ગાર્ડન-ફ્લડ કન્ઝર્વેશનનું કામ કરવામાં આવનાર હતું. સિંગણપોર વિયરથી કઠોર પુલ સુધી નદીની બંને બાજુએ વોકવે, સાયકલ ટ્રેક, ગ્રીન સ્પેસ, ઓવરબ્રિજ, બગીચા, મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓનો વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ પણ કરવાનું હતું. આ સાથે નદીકિનારે રોડ બનાવવામાં આવનાર હતો, જેનાથી લોકોને સુવિધા મળી રહેેત.