અમદાવાદ: તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બાદ 2 ઓક્ટોબર 2019ના રોજ પોલીસ દ્વારા અતુલ ગૌરસાવાલાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ આજ દિવસ સુધી આરોપી જેલમાં બંધ હતો.
![તક્ષશિલા અગ્નિકાંડ : હાઈકોર્ટે જુનિયર એન્જીનિયરના જામીન મંજૂર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8006604_takshilabail_7204960.jpg)
આરોપી જુનિયર એન્જિનિયર પર તક્ષશિલા આર્કેડના સ્ટ્રક્ચરને મંજૂરી આપવાનો આરોપ છે અને તેની વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી તરફે રજૂઆત કરવામાં આવી છે તેમણે GRUDA કાયદા ૨૦૧૧ પ્રમાણે તક્ષશિલા આર્કેડની મુલાકાત લીધી હતી અને બાંધકામની મંજૂરી આપી હતી. બિલ્ડિંગના બાંધકામના છ વર્ષ બાદ આગની ઘટના થઈ હતી.
આ આગનો બનાવ શોર્ટસર્કિટને લીધે લાગી હોવાની પણ આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં ચોથા માળ છે કે, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી. ત્રીજા માળે શોર્ટસર્કિટના કારણે લાગી હતી, પરંતુ જ્યારે બાંધકામની મંજૂરી આપવામાં આવી ત્યારે ચોથો માળ હતો નહી અને પાછળથી 2016માં ગેરકાયદેે ચોથો માળ ઉભો કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 22 જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં.