- ડ્રેનેજની કામગીરી સમયે કામ કરતા 3 સફાઇ કર્મચારીઓ ફસાયા
- ગટરમાં ઉતર્યા બાદ ગૂંગળામણથી 2 કર્મચારીઓના મોત નિપજ્યા
- ફાયર વિભાગની ટીમ દ્વારા એક સફાઇ કર્મચારીની શોધખોળ ચાલું
અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ગટરલાઈનનું કામ કરતા 3 સફાઇ કર્મચારીઓ ગટરની અંદર પડી ગયા હતાં. આ બાદ 2 કર્મચારીઓ ગટરમાંથી મળી આવતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં આ બન્ને સફાઇ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 1 વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: ટાંકીની સફાઈ કરવા જતાં વીજળી પડવાને કારણે એક જ પરિવારના 6 સભ્યોના મોત
હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બન્ને સફાઇ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ બન્ને કર્મચારીના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત, હજુ પણ એક સફાઇ કર્મચારીની શોધખોળ ફાયરની ટીમ દ્વારા ચાલી રહી છે, હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે લોકોનાં ટોળે ટોળાં એકત્ર થઇ ગયા હતાં.
આ પણ વાંચો: વડોદરામાં ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો હુમલો
કર્મચારીઓને કાઢવા માટે JCB ની મદદ લેવાઈ
ડ્રેનેજમાં ફસાયેલા એક વ્યક્તિને કાઢવા માટે JCB ની મદદ લેવામાં આવી છે. પાઇપ લાઈન તોડી મજૂરોને બહાર કાઢવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઈન નવી હોવા છતાં ડ્રેનેજ લાઈનમાં પાણી આવતું હતું. જેથી કોઈએ ગેરકાયદે જોડાણ કર્યુ હોવાની આશંકા છે. યોગી કંન્સ્ટ્રક્ટશનનો આ કોન્ટ્રાક્ટ હતો. કોન્ટ્રાક્ટરના મતે ત્રણ મજૂરો કાકા ભત્રીજો હતાં. કાકા ગટરમાં ગૂંગળામણમાં ફસાઈ જતા 2 ભત્રીજાને બચાવવા ગયા હતા અને આ બાદમાં ત્રણેય આ કરુણ ઘટનાનો ભોગ બન્યા હતાં. મોતને ભેટેલા લોકો મૂળ દાહોદના રહેવાસી છે.