- SVP હોસ્પિટલનાં લોકાર્પણને 2 વર્ષ પૂર્ણ થયા
- કોરોના મહામારી દરમ્યાન લાખો દર્દીઓને મળી સારવાર
- કોરોનાની સાથે સાથે નોન-કોવિડ ઓપીડી પણ શરૂ
અમદાવાદ: SVP હોસ્પિટલનું લોકાર્પણ બે વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી 2020થી કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ દર્દીઓની સારવાર SVP હોસ્પિટલમાં કરવામાં આવી છે.
કોવિડની સાથે સાથે નોન-કોવિડ દર્દીઓની સારવાર માટે તાલીમ અપાઈ
હોસ્પિટલમાં 1.90 લાખથી પણ વધારે દર્દીઓ અલગ અલગ રોગની સારવાર મેળવી ચૂક્યાં છે અને હોસ્પિટલ દ્વારા વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોરોનાની સાથે સાથે નોન-કોવિડ ઓપીડી પણ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સ્ટાફ હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાફ સાથે જ પેરામેડિકલ સ્ટાફ દ્વારા કોરોનાનાં શંકાસ્પદ અને સામાન્ય લોકોની સારવાર કરવા માટે કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણેની તાલીમ આપવામાં આવી હતી અને તમામ આઇસોલેશન વોર્ડ સાથે તમામ તબીબી સ્ટાફને પણ પૂરતી તાલીમ આપવામાં આવી હતી. કારણ કે કોરોના મહામારી ના કારણે અન્ય રોગના દર્દીઓ માટે થોડી મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ ડોક્ટરોનાં અને હોસ્પિટલ મેનેજમેન્ટનાં કારણે જ તમામ લોકો દર્દીઓને સારવાર માટે કામગીરીઓ શરૂ કરી હતી..