ETV Bharat / city

8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે કે કેમ?

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી છે. ગુજરાતમાં આ 8 બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી આ બેઠકો ખાલી પડી છે. આથી આ 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. જોકે હજી સુધી ભાજપ અને કોંગ્રેસે નામ જાહેર કર્યા નથી. ઉમેદવારી પત્ર ભરવાને હજી 10 દિવસની વાર છે. હવે સૌની નજર એના પર છે કે ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને ટિકીટ આપશે. જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ

8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે… કે કેમ?

author img

By

Published : Oct 6, 2020, 7:57 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, તે કોંગ્રેસી ઉમેદવારોએ કોઈકને કોઈ કારણસર રાજીનામુ આપ્યું અને તેમાના 5 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. મહત્ત્વનું એ છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ કહી ચૂક્યા છે કે, આપણે 182માંથી 182 બેઠક જીતીશું અને 8 પેટા ચૂંટણીમાં પણ આપણે 8 બેઠકો જીતીશું એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પણ હકીકત જુદી છે. કારણ કે આ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. તેમણે રાજીનામું આપી દીધું છે. જનતા આ ઉમેદવારોથી નારાજ છે. અપવાદરૂપ કિસ્સામાં જ પક્ષ બદલનાર જીતે છે પણ પક્ષપલટુઓને જનતા સ્વીકારતી નથી. હવે સવાલ એ છે કે, 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા તેમને ટિકીટ આપશે? અને ધારો કે ટિકીટ આપી તો તેઓ કોંગ્રેસી મતદાતાઓને ફરીથી ભાજપ તરફ આકર્ષી શકશે..?

8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે… કે કેમ?
8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે… કે કેમ
બીજી તરફ કોંગ્રેસનો ગઢ ગણાતી આ 8 બેઠકો પર તેમના જ ઉમેદવારો પાર્ટી છોડીને જતા રહ્યા. કયાંકને કયાંક કોંગ્રેસમાં અસંતોષ છે માટે પહેલાં તો કોંગ્રેસે અસંતોષ દૂર કરવો પડશે. 8 બેઠકોના વિસ્તારમાં જઈને જનતાના કામ કરવા પડશે. ભાજપની યોજનાઓની નિષ્ફળતાઓને તેમણે લોકો સમક્ષ લઈ જવી પડશે. હવે તેમના માટે આ 8 બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રાખવા જે જનતાને દગો ન આપે.

આમ, આ 8 બેઠકોની ચૂંટણી ખૂબ મહત્ત્વની બની રહેશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામ છેલ્લી ઘડીને જાહેર કરે તેવું બને. કોંગ્રેસમાં 8 બેઠકો પર બે-ત્રણ ઉમેદવારોના નામની પેનલ સેન્સને આધારે બનાવી લેવાઈ છે. હાલ અહેમદ પટેલ કોરોના પોઝિટિવ છે. આથી વિલંબ થયો છે. અહેમદ પટેલને બતાવીને પછી નામ ફાઈનલ થશે અને તે મોવડી મંડળને મોકલવામાં આવશે.

ભાજપની સોમવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં 8 બેઠકો પર ત્રણ ઉમેદવારોના નામની પેનલ બની ગઈ છે. આ યાદી લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ આવતીકાલે બુધવારે દિલ્હી જાય તેવી શકયતા છે અને પછી હાઈકમાન્ડ નિર્ણય કરશે.

- ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.