- રાજ્યમાં તમામ દુકાનો ખોલવા CAITની રજૂઆત
- દુકાનો બંધ રહેતા વેપારીઓની કમાણી બંધ
- ઇન્ડસ્ટ્રી દ્વારા ટાર્ગેટ અપાયા, દુકાનો ધંધો થશે
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા મીની લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જેમાં નાના વેપારીઓની દુકાનોને સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. ઉદ્યોગોને 50 ટકા મંજૂરી સાથે ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે હાલ ઇન્ડ્રસ્ટીઝ દ્વારા માલ આપવામાં આવે છે પરંતુ વેચાણ માટે દુકાનો ખોલવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવતી નથી.
વધુ વાંચો: લાલપુર ચોકડી પાસે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 3 દુકાન સીલ
નાના દુકાનદારની સ્થિતિ કફોડી
કોન્ફેડેરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામં આવ્યું છે કે, છેલ્લા એક મહિનાથી મીની લોકડાઉનના કારણે નાના વેપારીઓની પરિસ્થિતિ કપરી બની રહી છે. નાના વેપારીઓ કોઇ સામે હાથ પણ ધરી શકતા નથી. આ અંગે વાઇસ પ્રેસિડેન્ટ, હર્ષદ ગીલીટવાલે જણાવ્યું હતું.‘નાના વેપારીઓને કોઇ પણ જાતની આવક વગર ઘર ખર્ચ, દુકાન ભાડુ, લાઇટ બિલ, બેન્કના વ્યાજ ચુકવવા પડી રહ્યાં છે. હાઇકોર્ટે પણ સૂચન આપ્યું છે કે, નાના વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેવી વ્યવસ્થાઓ કરવામાં આવે. ઇન્ડ્રસ્ટીઝને ચાલુ રાખવામાં આવી છે પરંતુ વેચાણ માટે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી બાંધકામમાં કામ ચાલુ રાખવાની મંજૂરી છે. પરંતુ સ્ટીલ, સિમેન્ટ, ટુલ્સ, હાર્ડવેર, સિરામીક, ઇલેકટ્રેનીકસની દુકાનો બંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં રેડીમેટ ગારમેન્ટના શો રૂમમાં SOPના આધારે કામ કાજ થઇ શકે એમ પણ છે. ગરમીમાં એસી, ફ્રિઝ બગડે છે. સર્વિસ સ્ટેશનો શરૂ ન હોવાથી મુશ્કેલી થઇ રહી છે.
વધુ વાંચો: પોરબંદરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં 10 દુકાન ત્રણ દિવસ માટે સિલ કરાઈ