ETV Bharat / city

CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ, વિદ્યાર્થીઓ સંતુષ્ટ - CBSEvgx 99.04 ટકા પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ દરમિયાન પરિણામથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ હોવાનું કહી રહ્યા છે. આ વર્ષે CBSEના પરિણામમાં ઈન્ટરનલના 20 માર્ક અને સ્કૂલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓના 80 માર્કના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે.

CBSE ધોરણ 10નું  99.04 ટકા પરિણામ
CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ
author img

By

Published : Aug 3, 2021, 6:15 PM IST

  • ધોરણ 10 CBSE નું પરિણામ જાહેર કરાયું
  • CBSEમાં ધોરણ 10નું 99.04 ટકા પરિણામ
  • આ પરિણામથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ

અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE ) દ્વારા આજે મંગળવારે ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે કુલ 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે પરિણામ જાહેર થતા દેશભરમાં લાખો વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseruslts.nic.in પર જઈને પોતાનુ પરિણામ ચેક કરી શકે છે.

આ પણ વાંચો: CBSE ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ થયુ જાહેર

ફોર્મ્યુલા પ્રમાણે પરિણામ જાહેર કરાયું

આ વર્ષે CBSEના પરિણામમાં ઈન્ટરનલના 20 માર્ક અને સ્કૂલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓના 80 માર્કના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે. કોરોના કાળના કારણે આ વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી ન હોવાથી સ્કૂલને આ ફોર્મ્યુલા પ્રમાણે પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા શનિવારે બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડની CBSEની પરીક્ષા પેટર્ન પર વિચારણા, બોર્ડ પરીક્ષાઓ 2 તબક્કામાં યોજવાની વિચારણા

હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય

પરિણામ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં અમને કંઈક નવું શીખવા મળ્યું છે, ત્યારે આ પરિણામથી અમે અત્યારે સંતુષ્ટ છીએ. કોરોના સમયમાં પરીક્ષા આવવાથી એક ભય હતો, જ્યારે બીજી તરફ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે. આ તકે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ આ પરિણામથી સંતુષ્ટ નથી, તેમના માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આથી, વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.