વડોદરા સલાટવાડા વિસ્તારમાં ગત રાત્રે તુલસીભાઇની ચાલીમાં રહેતા એક પરિવારની (stray cattle in Vadodara) સગર્ભા મહિલાને ગાયે ભેટી મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો આ ઘટના બાદ પાલિકાની ટીમો દ્વારા સલાટવાડા વિસ્તારમાં આવેલા ઢોરવાડા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ પાલિકાની કામગીરી પર પશુપાલકોમાં નારાજગી જોવા મળી હતી. (Cattle sealing operation by VMC)
સગર્ભા મહિલા ફંગોળાઈ વડોદરા સહિત રાજ્યભરમાં રખડતા ઢોરની ભારે સમસ્યા છે. હવે આ સમસ્યા એ હદે વકરી છે કે લોકોએ જીવ પણ ગુમાવ્યાની ઘટના સામે આવી ચુકી છે. વારંવાર અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ પણ વડોદરા પાલિકા તંત્ર નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ વાતનો પુરાવો આવે તેવી ઘટના સામે આવી છે. ગતરોજ સલાટવાડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગર્ભા મહિલાની પુત્રી ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન રખડતી ગાય ગલીમાં આવી જતા સગર્ભા માતા પુત્રીને બચાવવા દોડી ગઇ હતી. ગાયે ભેટી મારતા સગર્ભા મહિલા ફંગોળાઈ હતી. (Vadodara woman attacked Cattle)
ગર્ભસ્થ શિશુનું મૃત્યુ આ ઘટનામાં સગર્ભા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગર્ભસ્થ શિશુનું મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોનો પાલિકા તંત્રની ઢોર પકડવાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રખડતા ઢોરની અડફેટે મૃત્યુની વધુ એક ઘટના સામે આવતા જ પાલિકાનું તંત્ર દર વખતની જેમ એક્શનમાં આવ્યું હતું. જેને લઈને સલાટવાડામાં આવેલા ઢોરવાડા સીલ કરવા પહોંચ્યું હતું. પાલિકાના તંત્રએ ઢોરવાડા સીલ કરતી વેળાએ સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે.(stray cattle attacked pregnant woman)
ઢોર મુક્ત કરવાના દાવાઓ તો બીજી તરફ પાલિકાની ઢોરવાડા સીલ કરી પશુઓ પકડવાની કામગીરી દરમિયાન સ્થાનિકો પશુઓને મારી મારીને ભગડતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે કોઈ અકસ્માતની ઘટના સામે આવે તે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવે છે. અગાઉ મેયર શહેરના ગણતરીના સમયમાં ઢોર મુક્ત કરવાના દાવાઓ કરી ચુક્યા છે. જે તમામા નિષ્ફળ રહ્યા છે. ચૂંટણી નજીક આવતા આવનારા સમયમાં શહેરવાસીઓને રખડતા ઢોરથી મુક્તિ મળે છે કે નહિ તે જોવું રહ્યું. Death to stray cattle in Vadodara, Vadodara Municipality Operation stray cattle