- દરિયાપુરમાં વીજચોરીને લઈ Torrent Power દરોડા પાડતાં પથ્થરમારો
- દરિયાપુરમાં Illegal connection- વીજચોરી થતી હોવાની માહિતીને લઇ ટોરેન્ટ વિભાગે પાડી હતી Raid
- ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત
અમદાવાદઃ શહેરમાં વીજચોરી ( Illegal connection ) મામલે દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટ ( Torrent Power ) દ્વારા મેગા સર્ચ ઓપરેશન ( search operation ) હાથ ધરાયું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને હૂમલો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત (Stone plating on torrent power team in dariyapur ahmedabad) થયાં હતાં. આ બનાવની જાણ થતા અન્ય પોલીસ કાફલો ( Ahmedabad Police ) બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો છે.
ટોરેન્ટ પાવરમાં 20 અધિકારી સહિત 150થી વધારે કર્મચારીઓ દ્વારા Raid
ટોરેન્ટ પાવરના ( Torrent Power ) દરોડામાં વીજ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હતી. દરિયાપુર વિસ્તારમાં મોટાપાયે વીજ ચોરી ( Power theft ) થતી હોવાનું ટોરન્ટના ધ્યાનમાં આવ્યુ હતું. તેથી જ વીજ ચોરી અને ગેરકાયદે વીજ જોડાણ ( Illegal connection ) તપાસવા માટે જ ટોરેન્ટની ટીમ તપાસ માટે પહોંચી હતી. જેને પગલે દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો. 1 DCP, 2 ACP અને 1 PI સહિત 200 પોલીસનો કાફલો રેઇડમાં સામેલ થયા હતાં.
ટોરેન્ટ પાવરમાં 20 અધિકારી સહિત 150 થી વધારે કર્મચારીઓ દ્વારા રેડની કવાયત હાથ ધરાઈ હતી. દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટના મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારાની (Stone plating on torrent power team in dariyapur ahmedabad) ઘટના બની હતી. તપાસ દરમિયાન મોટાપાયે ગેરકાયદે વીજ જોડાણો ઝડપાયા હતાં. પરંતુ વીજચોરોએ પોતાની પોલ ખૂલી જતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોતજોતામાં માહોલ તંગ બન્યો હતો. બાદમાં પોલીસ અધિકારીઓ ( Ahmedabad Police ) પણ આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તે મુશ્કેલીમાં મૂકાયા હતાં.
Power theft સંદર્ભે મેગા સર્ચ હાથ ધરાયું હતું
દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી ( Power theft ) કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને ( Torrent Power ) થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની ( Ahmedabad Police ) મદદ માગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ ( search operation ) હાથ ધર્યુ હતું. આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.
સ્થાનિક લોકોએ ટીમ પર હૂમલો કર્યો
આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો (Stone plating on torrent power team in dariyapur ahmedabad) કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ( Torrent Power ) ચાર અને પોલીસના ( Ahmedabad Police ) ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતાં અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વીજ ચોરી કરતા લોકોને પોલીસ નહિ છોડે - JCP ગૌતમ પરમાર
દરિયાપુરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના અમદાવાદ શહેર કંટ્રોલ રૂમમાં માહિતી મળતાંની સાથે જ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિત સેકટર 2 પોલીસ સ્ટેશનના 10 પી.આઈ અને અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. સેકટર 2 JCP ગૌતમ પરમારે જણાવ્યું કે ટોરેન્ટ વિભાગને ચોક્કસ માહિતી હતી કે દરમિયાન કેટલાક લોકો દ્વારા વીજ ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો જેથી ટોરેન્ટ વિભાગને સુરક્ષાના ભાગે રૂપે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. જ્યાં દરોડા દરમિયાન કેટલી મહિલાઓ અને અસામાજિક તત્વો દ્વારા પોલીસ અને ટોરેન્ટ વિભાગની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ અન્ય પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં છે. પરંતુ વીજ ચોરી કરતા ઇસમોને પોલીસ દ્વાર છોડવામાં નહીં આવે તેની ચોક્કસ તપાસ થશે અને વીજ ચોરી કરતા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગેરકાયદેસર વીજ જોડાણ કરનારા સામે પોલીસની લલા આંખ, અલગ અલગ દરોડા કરી 5 ગુના નોંધ્યા
આ પણ વાંચોઃ અમદાવાદઃ ટોરેન્ટ બીલના નામે ઉઘરાવેલા 6 મહિનાના નાણાં પિતા-પુત્ર ચાઉં કરી ગયા