અમદાવાદઃ રવિવારના રોજ યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ છે, ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દાને લઈને એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી. જેમાં યુથ કોંગ્રેસના ગુજરાત પ્રભારીએ જણાવ્યું કે, ત્રણ કરોડથી વધુ લોકોની રોજગારી સરકારે છીનવી લીધી છે. જોકે સરકાર તેના માટે કોઈ જ કંઈ કરતી નથી, જેના માટે રવિવારથી યુથ કોંગ્રેસ એક નવા જ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુથ કોંગ્રેસ એટલે કે યુવાનોને જોડવામાં આવશે.
ગુજરાતના યુવાઓ સુધી વાત પહોંચાડતી સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવશે. જેમાં નવયુવાનોને સદસ્યતા આપી કોંગ્રેસમાં સભ્ય બનાવવામાં આવશે. જો કે, યુથ કોંગ્રેસ આગામી પેટા ચૂંટણીને લઈને પોતાનો પક્ષ મજબૂત કરવા માટે યુથ કોંગ્રેસને બૂથ લેવલે કામગીરી સોંપવામાં આવી રહી છે.
અમદાવાદમાં NSUI દ્વારા સરકારની સુરક્ષા વીમા યોજના પર આક્ષેપ કરવામાં આવ્યા છે. 2013માં આનંદીબેન પટેલે આ યોજના જાહેર કરી હતી, જેમાં અનિવાર્ય સંજોગોમાં જો વિદ્યાર્થીઓને ખોડખાપણ હોય અથવા તો તેનું મૃત્યુ થાય તો તેને સુરક્ષા વીમા યોજના હેઠળ 1 લાખની સહાય આપવાની વાત કરી હતી. પરંતુ કોરોના મહામારીમાં પણ આ યોજનાનો કોઈપણ વિદ્યાર્થીને લાભ મળ્યો નથી અને સરકાર પાસે આ મામલે કોઈ ડેટા પણ નથી તેવું આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેવું સામે પણ આવ્યું છે. જેથી કોરોનાની મહામારીમાં આ યોજનાનો લાભ મળે તેવી NSUIની માંગ કરવામાં આવી છે.
રવિવારના રોજ યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ હોવાથી ગુજરાતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બુથ લેવલ પર કામગીરી કરવામાં આવશે, સાથે જ સદસ્યતા અભિયાન હેઠળ નવ યુવાનોને કોંગ્રેસમાં આમંત્રણ આપી જોડાવવા માટેનું સદસ્યતા ફોર્મ ભરાવવામાં આવશે. જે કામગીરી આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસનું માનવું છે કે આગામી પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસ પોતાનો પક્ષ મજબૂત કરી તમામ વિધાનસભા બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરશે, ત્યારબાદ યુવાનોને પડી રહેલી મુશ્કેલી અંગે સરકારમાં તેઓની વાત પહોંચાડવામાં આવશે. જોકે આ અભિયાન રવિવારથી સતત એક મહિના સુધી રાજ્યવ્યાપી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવશે. જેમાં યુવા કોંગ્રેસની રાજ્ય કક્ષાએ સભ્ય નોંધણી ઝૂંબેશની પણ જાહેરાત કરવામાં આવી છે.
આગામી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાની જવાબદારી બુધ લેવલે પક્ષને મજબૂત કરવાની રહેશે, આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગદ્દારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની હાકલ કરવામાં આવી રહી છે. તેવું યુથ કોંગ્રેસ પ્રભારીનું માનવું છે.