ETV Bharat / city

રાજ્યોને OBCની યાદી બાનાવવાની મંજૂરીથી લાભ !

author img

By

Published : Aug 5, 2021, 11:02 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પોતાની OBCની યાદી બનાવવાની છૂટ આપવામાં આવી છે. હાલમાં જ ઓલ ઇન્ડિયા મેડિકલ ક્વોટામાં પણ સરકાર દ્વારા OBC અનામત લાવવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન કોંગ્રેસે પણ આ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

રાજ્યોને OBCની યાદી બાનાવવાની મંજૂરીથી લાભ

  • મેડિકલના ઓલ ઇન્ડિયા ક્વોટામાં OBC અનામત
  • હવે રાજ્યો પણ બનાવી શકશે OBC અનામત લિસ્ટ
  • 50 ટકા અનામત હવે રાજ્યોના હાથમાં

અમદાવાદ : કેન્દ્ર સરકારે રાજ્યોને OBCની યાદી બનાવવાની છૂટ આપી છે. અગાઉ ઓલ ઇન્ડિયા મેડિકલ ક્વોટામાં પણ OBC અનામત લાવવાનો નિર્ણય લેવાયો છે. સંસદમાં ચાલુ સત્રમાં તેનો ખરડો રજૂ થઇ શકે છે. અગાઉ 5મી મેંએ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠાઓને 50 ટકા અનામતના કાયદાને 5 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા સર્વાનુમતથી રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અનેક પક્ષોની માંગ છતાંય જાતિગત વસ્તી ગણતરી માટે સરકારની 'ના', જાણો શા માટે ?

OBC આગેવાનોએ નિર્ણયનું કર્યું સ્વાગત

અમદાવાદ શહેર કોંગ્રેસના OBC મોરચાના પ્રમુખ જયેશ મુંધવાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે ઠરાવ પસાર કર્યો છે, તેને સ્વીકારવો જોઈએ. જો લિસ્ટ રાજ્ય દ્વારા બનશે તો લાભાર્થીઓની ઓળખ સરળતાથી થઈ શકશે, પરંતુ તેનો સાચો લાભ યોગ્ય લાભાર્થીને મળવો જોઈએ. તે સામાજિક ભેદભાવ કે રાજકીય મુદ્દો બનવો જોઈએ નહીં. આપણી એકતા પર તે અસર કરવો જોઈએ નહીં. કોંગ્રેસ પાર્ટી તેને આવકારે છે.

આ પણ વાંચો: અનામતને અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, મેડિકલના અભ્યાસમાં આ વર્ગોને થશે લાભ

ભાજપની ખસતી વોટબેંક

રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharatને જણાવ્યું હતું કે, 1985માં વી.પી.સિંહ દ્વારા મંડલ કમિશનની સૂચનાઓને લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો, ત્યારે ભાજપ દ્વારા તેની સામે રામ રથયાત્રા કાઢીને મંડલ સામે કમંડલની રાજનીતિ કરવામાં આવી હતી. હવે રાજનીતિ બદલાઈ રહી છે. નરેન્દ્ર મોદીએ પોતાને OBC કહ્યા હતા. ભાજપ પોતાની વોટબેંક સવર્ણ ઉપરથી OBC ઉપર ટ્રાન્સફર કરી રહ્યું છે. હવે તો EWS પણ આવી ગયું છે. મેડિકલ જેવા ક્ષેત્રમાં જ્યાં ગુણવત્તાની જરૂર હોય ત્યાં રિઝર્વેશન ઠીક નથી. વળી સુપ્રીમ કોર્ટના 50 ટકા અનામતના નિર્ણયની તે વિરુદ્ધ છે. અધર બેકવર્ડ ક્લાસમાં અન્ય ધર્મના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે, જે ધાર્મિક અસમાનતાનું કારણ બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.