અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા પહેલા અમદાવાદથી સુરતની એસટી બસ સર્વિસ બંધ કરવામાં આવી હતી અને હવે વડોદરા અને ભરૂચની ટ્રીપ પણ બંધ કરવામાં આવી છે.
કોરોના વાઇરસને લઈને એસ.ટી.નિગમ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા અનેક પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પ્રવાસીઓનું રેપિડ ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.જેથી આગામી સમયમાં એસટીનું પ્રબંધન કેવી રીતે કરવું તે અંગે નિર્ણય પણ લઈ શકાય.
તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ કોરોનાવાઇરસનો ભય, વધુ ઓપરેટિંગ ખર્ચ વગેરેને લઈને એસટી નિગમના પેસેન્જરો અને તેની આવક પણ ઘટી છે ત્યારે આગામી સમયમાં હજી પણ અનેક ટ્રીપો રદ્દ થાય તેવી શક્યતાઓ છે.