ETV Bharat / city

રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓને ઇમ્યુનિટી વધારવા ઇન્જેક્શન ન આપીને કરી રહી છે દર્દીઓની સરકારી હત્યા: જીગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિક - કોરોના વાઈરસ ન્યૂઝ

કોરોના વાઈરસથી અમદાવાદ સહિત ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સરકાર પ્રાઇવેટ હોસ્પિટલો સાથે વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડી છે. આ મુદ્દે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.

corona patients immunity boosting injections
જીગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિક
author img

By

Published : May 30, 2020, 8:26 PM IST

અમદાવાદઃ કોરોના વાઈરસથી અમદાવાદ સહિત ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સરકાર પ્રાઇવેટ હોસ્પિટલો સાથે વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડી છે. આ મુદ્દે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોરોના ગ્રસ્ત ગંભીર દર્દીઓને ઇમ્યુનિટી વધારવા માટે એક વિશિષ્ટ પ્રકારનું ઈન્જેકશન આપવામાં આવે છે. જેની સામાન્ય રીતે કિંમત 30,000 રૂપિયા હોય છે. પરંતુ સરકાર દ્વારા આ ઇંજેક્શન દર્દીઓને આપવામાં આવી રહ્યું નથી. બીજી તરફ ઊંચા ભાવે તેની કાળાબજારી થઈ રહી છે. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાઇકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, સરકાર પાસે ઇન્જેક્શન હોવા છતાં તેઓ દર્દીઓને આપી રહી નથી.

રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓને ઇમ્યુનિટી વધારવા ઇન્જેક્શન ન આપીને કરી રહી છે દર્દીઓની સરકારી હત્યા
જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, આ ઇન્જેક્શન મેળવવા માટે આરોગ્ય પ્રધાન નીતિન પટેલને ઓળખાણ હોય તો જ આવા દર્દીઓને ઇન્જેક્શન મળે છે. તેમના એક મિત્રના પિતા જે કોરોના ગ્રસ્ત થતા GCSમાં દાખલ કરાયા હતા, જેમને ઇન્જેકશનની જરૂર હતી. તેમને આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિને પણ જણાવ્યું હતું. તેમ છતાંય તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. આખરે તેમના મિત્રએ 30,000ના ઇન્જેક્શન બહારથી કાળા બજારમાં 82,000માં ખરીદ્યું હતું. તો ગુજરાતના સામાન્ય માણસોનું શું થશે? તે એક મોટો પ્રશ્ન છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સિવિલ હોસ્પિટલના સાથે અને ઇન્ચાર્જ ડોક્ટર સાથે વાત

બીજી તરફ કોરોનાની સારવાર કરતી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ફક્ત યુવા દર્દીઓને જ જીવ બચાવવા માટે ઇન્જેક્શન રૂપિયા ખર્ચીને મળી રહ્યા છે. જ્યારે ગરીબો અને વૃદ્ધોને સરકાર મોતના મુખમાં ધકેલી રહી છે.

આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નાગરિકોનું આ એક પ્રકારનું ખુન જ છે. આજ મુદ્દે આગામી સમયમાં આનંદ યાજ્ઞિક દ્વારા એક સ્પેશિયલ અરજી પણ કરવામાં આવશે.

આમ એક તરફ કોરોના વાઈરસની કોઈ રસી કે, દવા શોધાઇ નથી. ત્યારે બીજી તરફ સરકાર દર્દીઓને ઇન્જેક્શન પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મુદ્દે સિવિલ હોસ્પિટલના સાથે અને ઇન્ચાર્જ ડોક્ટર સાથે પણ વાત કરી હતી અને તેનું રેકોર્ડિંગ તેમને મીડિયા સમક્ષ ઉપસ્થિત કર્યું હતું. જો ધારાસભ્યની રજૂઆતથી પણ જરૂર ઇન્જેકશનના મળતું હોય તો સામાન્ય માણસનું શું?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.