ETV Bharat / city

અમદાવાદમાં ભાજપ શહેર કારોબારીની બેઠક મળી - State BJP Executive meeting

ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક બાદ રવિવારે અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે શહેર કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદના ભાજપ પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લોકસભાના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ ઉપરાંત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

BJP meeting in Ahmedabad
BJP meeting in Ahmedabad
author img

By

Published : Jul 4, 2021, 3:50 PM IST

Updated : Jul 4, 2021, 9:32 PM IST

  • અમદાવાદમાં ભાજપ શહેર કારોબારીની બેઠક મળી
  • બેઠકમાં વેક્સિન અને વૃક્ષારોપણ પર ચર્ચા
  • 2-4 દિવસમાં ભાજપ શહેર સંગઠનનું માળખું જાહેર થશે
  • બેઠકમાં સરકારની કામગીરી અંગે ચર્ચા

અમદાવાદ : ભાજપના ખાનપુર કાર્યાલય (Khanpur office) ખાતે રવિવારે શહેર કારોબારીની બેઠક (The meeting of the city executive) યોજાઇ હતી. બેઠકમાં મોદી સરકારની કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી. વૃક્ષારોપણ (plantation) અને વેક્સિનની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોરોનામાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકરો માટે શોક પ્રસ્તાવ (Mourning proposal) પસાર કરાયો હતો. આગામી 2022 વિધાનસભાની ચૂંટણીઓ (Assembly election) માટે મંથન કરીને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

ખાનપુર કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારીની યોજાઇ બેઠક

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ જે. પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાચસિવો સાથે બેઠક યોજી

લોકો રસી લે તે માટે ભાજપ સતત પ્રયત્નશીલ : અમિત શાહ

આ બેઠક અંગે ભાજપના શહેર પ્રમુખ (City president) અમિત શાહે જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (Assembly election) માં અમદાવાદ શહેરની અત્યારે જે ચાર બેઠક કોંગ્રેસ પાસે છે, તે પણ ભાજપ છીનવી લેશે. બેઠકમાં પ્રદેશ કારોબારીની કરેલા ઠરાવો ઉપર ચર્ચા અને કામ થાય તેવી રૂપરેખા તૈયાર કરાઈ છે. કોરોના વેક્સિનેશન અભિયાન (Corona vaccination campaign) ને વેગ આપવા માટે મુખ્યપ્રધાનથી લઈને કાર્યકરો સુધી તમામ પ્રયત્નરત છે. તે માટે મેસેજ કરાયા છે, ટપાલ મોકલવામાં આવી છે અને કાર્યકરોને પણ વેક્સિનેશન અભિયાન (vaccination campaign) ચલાવવા સૂચના આપી દેવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં સમગ્ર અમદાવાદ (Ahmedabad) ના લોકો રસી લઇ લે તેવી અપેક્ષા છે. શનિવાર સુધીમાં 30 લાખ લોકો અમદાવાદ (Ahmedabad) શહેરમાં રસી લઇ ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સરકાર દ્વારા અપાતી તમામ રસીનો ઉપયોગ કરી નાખે છે.

અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારીની યોજાઇ બેઠક

આ પણ વાંચો : અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ભાજપ શહેર સંગઠન જાહેર થશે

આ સાથે જ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના જૂના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કોર્પોરેટરો, હોદ્દેદારોએ કે કાર્યકરો રાજીનામા આપ્યા છે. તેમને પણ આગામી સમયમાં જવાબદારીઓ સોંપવામાં આવશે. તેમજ બે-ચાર દિવસમાં શહેર સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવશે.

Last Updated : Jul 4, 2021, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.