ETV Bharat / city

Startup Fair in Ahmedabad: વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વ્હિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો - E-vehicle

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં (Ahmedabad LD Engineering College ) મેગા સ્ટાર્ટઅપ ફેર (Startup Fair in Ahmedabad) યોજાયો હતો. startup ફેરમાં ઈલેક્ટ્રીક સ્કૂટર, ઈલેક્ટ્રીક સાયકલ (e-bicycles, e-scooters) અને ટ્રેડમિલ (Electric treadmill) આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. કેમ્પસમાં 25 જેટલા અવનવા સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે યોજવામાં આવ્યું હતું. આગામી સમયમાં startupને હેલ્પ મળે તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ફેર યોજાયો હતો. પરંતુ પહેલા દિવસે ઇન્વેસ્ટર્સની સંખ્યા વિઝિટ માટે બહુ ઓછી જોવા મળી હતી. બપોર સુધીમાં સવાસો જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.

Startup Fair in Ahmedabad :  વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વેહિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો

author img

By

Published : Dec 1, 2021, 6:16 PM IST

  • પહેલાં દિવસે ઇન્વેસ્ટરોએ સ્ટાર્ટઅપ ફેરની મુલાકાત લેવામાં ઓછો રસ દાખવ્યો
  • આત્મનિર્ભર ભારત અંતર્ગત વિદ્યાર્થીઓને મળી રહે તેવી આશા
  • 25 ઇનોવેટિવ સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે યોજાયું પરંતુ બપોર સુધીમાં 100 લોકો જ આવ્યાં

અમદાવાદઃ ગુજરાતની વિવિધ કોલેજોના ઈંક્યુબેશન સેન્ટરમાં સિલેક્ટ થયેલા અને ત્યાર બાદ તૈયાર થયેલા સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ (Ahmedabad LD Engineering College ) ખાતે સ્ટાર્ટઅપ મેગા ઇવેન્ટમાં (Startup Fair in Ahmedabad) કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્કેટમાં લઈ જવાના હેતુસર ફંડિંગ (Startup funding) મળી રહે તે હેતુથી આ ફેર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તેમના સ્ટાર્ટઅપ અહીં રજૂ કર્યા હતા ત્યારે ઈન્વેસ્ટર પણ સ્ટાર્ટઅપને જોવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતાં. જો કે 107 ઈન્વેસ્ટર આજે આવ્યાં હતાં. કહી શકાય કે પહેલા દિવસે સ્ટાર્ટઅપ ફેરની મુલાકાત લેવામાં ઓછા લોકોએ રસ દાખવ્યો હતો.

25 જેટલા અવનવા સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે યોજવામાં આવ્યું

ઈંધણ બચાવતી અને એક્સરસાઇઝ માટે ઈલેક્ટ્રીક ટ્રેડમિલ સાયકલ

Startup Fair in Ahmedabad માં વી.આઈ.ટી. તમિલનાડુ કોલેજના અને પીડીપીયુ ઈંક્યુબેશન સેન્ટરના (PDPU Incubation Center) વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રીક ટ્રેડમિલ (Electric treadmill) સાયકલ બનાવી છે. જેની વિશેષતા વિશે વિદ્યાર્થી ધ્રુવ શાહે કહ્યું કે, pdpu ઈંક્યુબેશન સેન્ટરમાંથી અમે છ વિદ્યાર્થીઓની ટીમે સાયકલ બનાવી છે. આ સાયકલ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલે છે. પાંચ કલાક બેટરી ચાર્જ કરતાં 70 કિલોમીટર જેટલું અંતર સાયકલ પર બેસી કાપી શકાય છે. ઘણા એવા લોકો છે કે જેઓ સમયના અભાવે કસરત કરી શકતાં નથી જેથી ટ્રેડમિલ ફીટ કરવામાં આવ્યું છે. જેના પર ચાલી એક્સરસાઇઝ (Exercise) પણ કરી શકાય છે. જે તેની બીજી વિશેષતા છે. ટૂંકમાં સાયકલની બીજી વિશેષતા એ છે કે તેનાથી ઈંધણ બચે છે અને એક્સરસાઇઝ કરી શકાય છે.

ઘુંટણનું ઓપરેશન કરાવ્યા બાદ કસરત માટે ઈ મશીન બનાવ્યું, અત્યારથી જ 45 ઓર્ડર બૂક

Startup Fair in Ahmedabadમાં ગુજરાત યુનિવર્સિટી gusec ઈંક્યુબેશન સેન્ટરના (gusec incubation center) ત્રણ વિદ્યાર્થીઓ દિનેશ દામોદર, સારિકા ચિત્રોડીયા અને ઉમંગ સુથારે મળીને લીંબેજ નામના startup થકી એક મશીન બનાવ્યું છે જે ઈલેક્ટ્રીસિટીથી ચાલે છે. ઘુંટણનું ઓપરેશન કરાવ્યા બાદ (Exercise after knee surgery) કસરત કરવાના હેતુસર ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapist) પાસે જવું પડે છે, પરંતુ આના ઉપયોગથી વિવિધ પ્રકારની કસરત ઘરે બેસી થઈ શકે છે. મશીન પર લાગેલી સીટ ઉપર નીચે થાય છે. જેથી એક્સરસાઇઝ થઈ શકે છે. આ અંગે વધુમાં જણાવતાં સારીકા ચિત્રોડીયાએ કહ્યું કે, એક એપ્લિકેશન પણ તેની અંદર એડ કરવામાં આવી છે જેના દ્વારા એક્સરસાઈઝ કર્યા બાદ રિકવરી સહિતનો ડેટા પણ તેના થકી ડોક્ટર સુધી પહોંચાડી શકાય છે.

આ પણ વાંચોઃ સ્ટાર્ટ અપ યોજનાથી દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળશે, સુરતની કંપની આપશે 1000 રૂપિયામાં ટેબ્લેટ

આ પણ વાંચોઃ સપાટીને કીટાણુમુક્ત રાખવા અમદાવાદના બે યુવકોનું સ્ટાર્ટ અપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.