ETV Bharat / city

અમદાવાદ: આજથી GTUની બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ, 12 શાખાના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUની બીજા તબક્કાની પરીક્ષા આવતીકાલ 17 ઓગસ્ટથી શરૂ થશે. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પૂર્ણ થયું છે.

ETV BHARAT
આજથી GTUની બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ, 12 શાખાના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
author img

By

Published : Aug 17, 2020, 12:14 AM IST

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUની બીજા તબક્કાની પરીક્ષા આવતીકાલ 17 ઓગસ્ટથી શરૂ થશે. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાની ભવ્ય સફળતા અને વિદ્યાર્થીઓની માંગણીને માન્ય રાખીને GTU દ્વારા બીજા તબક્કામાં પણ પ્રથમ ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે

GTUના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નવીન શેઠ અને કુલસચિવ ડૉક્ટર કે.એન.ખેરે દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વસ્થતા અને તમામ પ્રકારના નિયમોનું પાલન કરીને પરીક્ષા આપવા માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ ટેકનિકલ કારણોસર કોઈ પેપર આપી શક્યા ના હોય તો બીજા તબક્કામાં બાકી રહેલા પેપર આપી શકશે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાના સફળ આયોજન પછી બાકી રહેલા વિધાર્થીઓ દ્વારા બીજા તબક્કામાં પણ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિત લક્ષી નિર્ણય GTU દ્વારાા લેવામાં આવ્યો છે.

GTUના અંગત અને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, GTUના ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે એટલે કે સોમવારે પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓ બન્ને તબક્કાની ઓનલાઇન પરીક્ષામાં હાજર નથી, તેવા વિદ્યાર્થીઓની સ્પેશિયલ ઓફલાઈન પરીક્ષા યોગ્ય સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને GTU દ્વારા લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.