- હોળીના તહેવારને લઈને ST નિગમનું વિશેષ આયોજન
- સુરત અને અમદાવાદ ડિવિઝનમાં વધારાની બસો દોડાવાશે
- ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે
આ પણ વાંચોઃ એસટી સલાહકાર સમિતિના સભ્યની રજૂઆત ફળી, વિરમગામથી પાટણ ST બસ સેવા ચાલુ કરાઈ
અમદાવાદઃ હોળીનો તહેવાર નજીક આવતા જ ST બસના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે, રાજસ્થાન જતાં પ્રવાસીઓની સંખ્યા વધારે રહેતી હોય છે ત્યારે ST નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરત અને અમદાવાદમાંથી રોજની બસ કરતાં વધુ બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોરોનાના કારણે મહારાષ્ટ્રથી આવતી બસમાં કરાશે ચેકીંગ
રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ગુજરાતમાં બહારના રાજ્યમાંથી આવતા તમામ પ્રવાસીઓના કોરોનાના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે. મહત્વનું છે કે નીઝર, ઉચ્છલ, સોનગઢ નજીક બહારથી આવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આંતરરાજ્ય સિવાયની તમામ એક્સપ્રેસ બસો શરૂ