અમદાવાદઃ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ગુજરાત હાઈકોર્ટના શરણે આવ્યાં છે. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં (SRK Application In Gujarat High Court) પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી છે. વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશન સમયે વડોદરા રેલવે સ્ટેશન પર ભીડ થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ આ મોતનું કારણ અભિનેતા શાહરુખ ખાનના બેદરકારીપૂર્વક વર્તનને (Shah Rukh Khan accused of negligence) ગણાવ્યું હતું. જોકે, આ મામલે થયેલી ફરિયાદને રદ કરવા અભિનેતા શાહરુખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો- વિધવા મહિલા સાથેના સંબંધોને અનૈતિક ગણી શકાય નહિ: હાઈકોર્ટ
પરિવારજનો સાથે ચર્ચા બાદ કોર્ટમાં જવાબ રજૂ કરાશે
આ સુનાવણી દરમિયાન કોર્ટે (SRK Application In Gujarat High Court) અરજદારના વકીલને કહ્યું કે, જો તેઓ સંમત હોય તો અરજદારને આ મામલે માફી માગવા પણ કહેશે. આ ઉપરાંત હળવાશમાં એ પણ ટકોર કરી કે, જો નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે તો ફરીથી લોકોની ભીડ થવાની શક્યતા છે. આ મામલે આગામી 24 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં મૃતકના પરિવાર તરફથી કેસ લડી રહેલા વકીલ આગામી સુનાવણીમાં માફી માગવી કે કેમ તે બાબતે પરિવારજનો સાથે ચર્ચા બાદ પોતાનો જવાબ રજૂ કરશે.
આ પણ વાંચો- Gujarat High Court offended : સુનાવણી દરમિયાન PI પીણું પીતાં દેખાયાં, કોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો
શાહરુખ ખાને વડોદરામાં પ્રમોશન દરમિયાન ભીડમાં ટીશર્ટ ફેંકતા અફરાતફરી મચી હતી
અરજદાર વતી રજૂઆત થઈ હતી કે, અભિનેતા શાહરુખ ખાનને રેલવેમાં પ્રવાસ દરમિયાન આ પ્રકારે પ્રમોશન કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહતી. તેમ છતાં તેણે ટી-શર્ટ અને બોલને ભીડ સામે (Shah Rukh Khan accused of negligence) ફેંકયા હતા. જેથી અફરાતફરી મચી હતી. આના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી અને તેમાં મૃતકનું મૃત્યુ થયું હતું. આની જવાબદારી ફિલ્મ પ્રમોશન માટે આવેલ અભિનેતા શાહરુખ ખાનની હોવાની રજુઆત કરી છે.
સમગ્ર બનાવ શું હતો?
વડોદરા રેલવે સ્ટેશન ખાતે (Vadodara Railway Station Shahrukh Khan Promotion) 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 વાગ્યે અભિનેતા શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી વખતે ફિલ્મ રઈસના પ્રમોશન (Vadodara Film Raees Promotion Shahrukh Khan) માટે આવ્યો હતો. કોચ નંબર A-4માં કે, જ્યાં તેનું બુકિંગ નહતું ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેક્યા હતા. ત્યારબાદ અહીં અફરાતફરીનો માહોલ (Shah Rukh Khan accused of negligence) સર્જાયો હતો. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.