- વડાપ્રધાન મોદીએ દાંડી યાત્રાને આપી લીલીઝંડી
- યાત્રીઓએ અનુભવી ગૌરવની લાગણી
- 25 દિવસમાં 386 કિમી જેટલું અંતર કાપીને યાત્રીઓ પહોંચશે દાંડી
અમદાવાદ: 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. જેને આજે 91 વર્ષ થયા છે. ત્યારે શુક્રવારથી શરૂ થયેલી નવી યાત્રામાં જોડાવવા માટે ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, રાજસ્થાન જેવા દૂરના વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા અને તેમણે પોતાની પસંદગી યાત્રા માટે થઈ તે માટે ખુદને ભાગ્યશાળી ગણાવ્યા હતા.
આ પણ વાંચો: દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
ગાંધી અને મોદીમાં સ્વાધીનતાને લઇને એક જ વિચારધારા: યાત્રીઓ
દાંડીયાત્રામાં જોડાયેલા કેટલાક યાત્રીઓએ મોદી સરકારે શરૂ કરેલી વોકલ ફોર લોકલની યોજનાને આવકારી હતી. લોકો ગાંધીજી દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન અને ખરીદી ઉપર મુકાયેલા ભારને કેન્દ્ર સરકારની યોજના સાથે સરખામણી કરી રહ્યા છે.