- વાત શહેરના સરખેજ વૉર્ડની
- ખરાબ રસ્તાઓ વૉર્ડની છે મુખ્ય સમસ્યાં
- ખરાબ પીવાનું પાણી અને પ્રાથમિક સેવાઓનો અભાવ
અમદાવાદઃ સરખેજ વૉર્ડની જો વાત કરવામાં આવે તો મારો વૉર્ડ અમદાવાદ શહેરમાં 33 માં ક્રમાંકે આવે છે અને મારા વૉર્ડમાં વસતા લોકોને પ્રાથમિક સેવાઓ માટે ખૂબ જ રાહ જોવી પડી રહી છે. કારણ કે મારા વૉર્ડમાં જોઈતી તમામ સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
વૉર્ડર્ની મુખ્ય સમસ્યાઓ
અમદાવાદ શહેરના સરખેજ વૉર્ડમાં રાજકોટ જવા માટેનો હાઈવે રસ્તો પસાર થાય છે, જ્યાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટેની કામગીરી તંત્ર કરી રહી છે, પરંતુ મારા વૉર્ડમાં અનેક સમસ્યાઓ છે. મહત્વનું છે કે, પાણીની લાઈન રસ્તા સાથે જ સરખેજ વૉર્ડમાં આવેલું તળાવ સહિતની કામગીરી પૂર્ણ થવી જોઈએ તેમાં ક્યાંક તંત્રના અને પક્ષના ચૂંટણીના આવેલા પ્રતિનિધિઓની કચાશ રહી જાય છે. જેનો સામનો સરખેજ વૉર્ડના રહીશોએ કરવો પડે છે.
સરખેજ વૉર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિઓ
સરખેજ વૉર્ડ માં ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિઓ છે. પરંતુ પ્રતિનિધિઓ દ્વારા ગામમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ પ્રતિનિધિઓ જરૂરિયાત પડે જ દેખાતા હોવાનું પણ સ્થાનિકોમાં રાવ છે. હવે આ ચૂંટણીમાં કયા નગરસેવકને ફરી જનતાનો સાથ અને સહકાર મળે છે તે જોવાનું રહ્યું.