ETV Bharat / city

લોકડાઉનમાં SP સહિતના ઉચ્ચ અધિકારી આખી રાત ફરજ બજાવી રહ્યાં છે...

ગુજરાત રાજ્ય કોરોના સંક્રમિત પોઝિટિવ કેસમાં પૂરા ભારત દેશમાં બીજા નંબરે પહોંચ્યું છે, ત્યારે અમદાવાદ શહેરનો પણ ભારતના સૌથી વધુ કોરોના સંક્રમિત કેસોમાં ટોપ ટેન શહેરોમાં સમાવેશ થાય છે. છેલ્લી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાઈરસના 4721 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ફક્ત અમદાવાદમાં શહેરમાં જ 3293 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 236 નાગરિકોના કોરોના વાઈરસના કારણે મૃત્યુ થયા છે.

SP and other high level officers on duty in night
લોકડાઉનમાં SP સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે પણ બજાવી રહ્યાં છે ફરજ
author img

By

Published : May 1, 2020, 11:02 PM IST

અમદાવાદ0: અમદાવાદ શહેરનો સમાવેશ કોરોના હોટસ્પોટ વિસ્તરમાં થયો છે. શહેરના પૂર્વ વિસ્તાર જેમકે જમાલપુર, દરિયાપુર, શાહપુર, કાલુપુર, દાણીલીમડા વગેરે કોરોના વાઈરસના રેડઝોન વિસ્તાર બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં રોજેરોજ કેસોની સંખ્યાનો આંકડો ત્રણ ડિજીટમાં આવી રહ્યો છે. સમગ્ર દેશ લોકડાઉન હોવા છતાં ક્યાંકને ક્યાંક લોકડાઉનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. પરિણામે કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે.

શહેર પોલીસ માટે નવા પડકારો ઉભા થયા છે, કારણ કે પોઝિટિવ કેસોના આંકડાને કંટ્રોલ કરવા માટે તંત્ર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યાં છે. જેમ કે ટુ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિ જઈ શકે છે, તો કારમાં પણ બે જ વ્યક્તિને બેસવાની પરવાનગી છે. આ સાથે બિનજરૂરી કામથી બહાર નીકળતા લોકોને પણ અટકાવવા પોલીસ માટે એક મોટો પડકાર બન્યો છે.

લોકડાઉનમાં SP સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે પણ બજાવી રહ્યાં છે ફરજ

લોકડાઉનની અવધી પણ લંબાવીને 17 મે સુધી કરવામાં આવી છે, ત્યારે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ શહેરના મુખ્ય અવર-જવરના પોઈન્ટ ઉપર રાત્રિના સમયે પણ ફરજ બજાવી રહ્યાં છે. અમદાવાદ શહેરના જૂના વાડજ સર્કલ કે જે આશ્રમ રોડ પરનો મુખ્ય ટ્રાફિક પોઇન્ટ છે, ત્યાં કોરોના વૉરિયર્સ ACP એલ.બી ઝાલાની આગેવાનીમાં, વાડજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવા સહિતની ટીમ પણ રાત્રીના સમયે ફરજ બજાવી રહ્યાં છે.

આમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ વચ્ચે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે, ત્યારે નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે, તેમની ફરજની કદર કરતા લોકડાઉનનું પાલન કરીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.