ETV Bharat / city

સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું, હાઈકમાન્ડ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે.. - local body elections in gujarat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ પ્રચારમાં ઉમેદવારો લાગી પડયા છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અમદાવાદમાં ઉમેદવારો સાથે ઔપચારિક મુલાકાત કરી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું, હાઈકમાન્ડ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે..
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલે લીધી અમદાવાદનાં કોંગી ઉમેદવારોની મુલાકાત
author img

By

Published : Feb 19, 2021, 9:37 AM IST

Updated : Feb 19, 2021, 10:56 AM IST

  • સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલની અમદાવાદમાં મુલાકાત
  • પિતાના પથ પર ચાલનાર પુત્રએ ઉમેદવારોની લીધી મુલાકાત
  • આગામી દિવસોમાં નવો ચહેરો જોવા મળશે તેવા આપ્યા સંકેત

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને અંતિમ પ્રચારમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો લાગી પડયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર એવા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અમદાવાદની મુલાકાતે હતા. જ્યાં તેઓએ કોંગ્રેસના ઉમેદવારો સાથે ઔપચારિક બેઠક કરી અને સ્થાનિક કક્ષાની કયા પ્રકારની ઉમેદવારી છે તે અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. ફૈઝલ પટેલે ઉમેદવારો સાથે બેઠક કર્યા બાદ તેઓને જીતનો વિશ્વાસ અપાવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું, હાઈકમાન્ડ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે..

હાઈકમાન્ડ નક્કી કરે તો નજીકના દિવસોમાં જોવા મળશે રાજકારણમાં નવો ચહેરો

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, નજીકના દિવસોમાં શું ફૈઝલ પટેલ પણ ગુજરાતના રાજકારણમાં જોવા મળશે કે નહીં?, ત્યારે તેમણે આડકતરી રીતે સંકેત આપતા કહ્યું કે, હાઈ કમાન્ડ નક્કી કરશે તો ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં નવો ચહેરો જોવા મળી શકે છે.

Last Updated : Feb 19, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.