અમદાવાદ: અમદાવાદની જી.સી.એસ હોસ્પિટલમાં કામ કરતાં લક્ષ્મીબહેનનું મોત થતાં તેમના સાથી કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને કામકાજથી અળગાં રહ્યાં હતાં. જેને લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 29મી મેના રોજ વહેલી સવારે પણ કર્મચારીઓની હડતાળ જારી રહી હતી અને લગભગ 30 થી 40 જેટલા કર્મચારીઓ કામકાજથી અળગાં રહ્યાં હતાં.
GCS હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માગ છે કે તેમના માટે હોસ્પિટલના વહીવટીતંત્ર સુરક્ષા માટે વ્યવસ્થા કરી આપે. હડતાળને લીધે દર્દીઓને ખાવાપીવાની સુવિધા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારીના સમયમાં તેઓએે વહીવટીતંત્ર પાસે મદદ માગી છે અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી હતી.