અમદાવાદઃ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઉદ્યોગ-ધંધા માટે કોરોના વાઇરસને લઈને કેટલીક તકેદારી રાખવા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્થળને સેનીટાઇઝ કરીને કાર્ય ચાલુ કરવું. કાર્ય ઉપર સેનીટાઇઝર રાખવું અને તેના વડે હાથ સાફ કરવા. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ જેવું શહેર જે કોરોના વાઇરસનું હબ બન્યું છે. 16 હજારથી વધુ દર્દીઓ જે અહીં નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં અહીં ટ્રાફિક સિગ્નલ ઉપર મોટાપાયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે. ટ્રાફિક સિગ્નલ કોરોનાવાઇરસ ફેલાવવાનું એક મુખ્ય સ્થળ બની શકે છે.
ચોક્કસ પણે જોઇ શકાય છે કે, અમદાવાદના નાગરિકોમાં સમજનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક ટ્રાફિક સિગ્નલ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબના પગલા લેવા જરૂરી બને છે.