- વાડજ સ્મશાનગૃહ આગળ ગ્રીન પડદા લગાડ્યા
- પડદાની આગળ પોલીસ અને હોમગાર્ડઝ્ના જવાનો મૂકાયા
- ઝૂંપડપટ્ટી અને ગંદકી ઢાંકવા પણ પડદા લગાડવામાં આવ્યા
અમદાવાદઃ શહેરના વાસણા ચંદ્રનગર આંબેડકર બ્રિજ પાસે બનાવવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઊતરતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા હતા. રિવરફ્રન્ટની પશ્ચિમની બાજુ અને સાબરમતી ઉપરના બ્રીજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, રિવરફ્રન્ટથી ગાંધી આશ્રમ તરફ વડાપ્રધાનનો કાફલો જાય ત્યારે વાડજનું સ્મશાન અને ઝૂંપડપટ્ટીઓ ન દેખાય તે માટે તેને લીલા પડદાથી ઢાંકી દેવામાં આવ્યા હતા. ગ્રીન પડદાની સાચવણી અને સુરક્ષા માટે પોલીસ, હોમગાર્ડઝના જવાનો ખડેપગે કરી દેવામાં આવ્યા હતા. જોકે, અન્ય જગ્યાએ ઝૂંપડપટ્ટી અને ગંદકી ઢાંકવામાં આવ્યા હતા.