ETV Bharat / city

જાણો, ગુજરાતના સ્મશાનોની શું છે સ્થિતિ - ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

નીરવ શાંતિ સ્મશાનની આગવી ઓળખ રહી છે પણ કોરોનાએ આ સ્થિતિ જ બદલી નાંખી છે. વણસતી કોરોના સ્થિતિના કારણે અનેક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે રાજ્યના અનેક સ્મશાનમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે પણ લાંબી કતાર જોવા મળી રહી છે.

ગુજરાતના સ્મશાનની શું છે સ્થિતિ
ગુજરાતના સ્મશાનની શું છે સ્થિતિ
author img

By

Published : Apr 9, 2021, 3:17 PM IST

  • રાજ્યમાં વણસી રહી છે કોરોનાની સ્થિતિ
  • વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુઆંક
  • મૃતદેહથી ઉભરાઇ રહ્યાં છે સ્મશાન

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ન વધે તેટલા રાતે વધી રહ્યાં છે અને રાતે ન વધે તેટલા દિવસે વધી રહ્યાં છે અને આ રોગના કારણે દર્દીઓના મૃત્યુદર પણ વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્ય સરકાર સામે કોરોનાને રોકવા અને રસીકરણ ઝડપથી વધારવાનો પડકાર હતો પણ જે રીતે કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. તેના કારણે એક ચિંતાની સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્મશાનમાં મૃહદેહોની લાંબી કતાર જવો મળી રહી છે. થોડી અજુગતી લાગે તેવી વાત છે પણ ગુજરાતના અનેક સ્મશાનમાં કીડીયારું ઉભરાય તે રીતે લોકો પોતાના સ્વજનના મૃતદેહ સાથે જોવા મળે છે. કલાકોની લાંબી રાહ જોયા બાદ તેમને પોતાના આપ્તજનની અંતિમક્રિયાની તક મળે છે.

જમીન પર મૃતદેહની લાંબી કતાર

સ્મશાનની આ વિષમ સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલી ક્રમે આવે છે સુરત શહેર. સુરત શહેરમાં બિલાડીના ટોપની જેમ કોરોનાના કેસ તો જોવા મળી જ રહ્યાં છે સાથે અહીંયા દર્દીઓનો મૃત્યુઆંક પણ ઉંચો છે. એક અહેવાલ પ્રમાણે અહીંયા દરરોજ 100 લોકોના મોત થાય છે. જેની સામે શહેરમાં જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, રામ ઘેલા સ્મશાન ભૂમિ અને કતાર ગામ અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં આવી રહેલા છે. ઉંચા મૃત્યુઆંકના કારણે આ ત્રણેય સ્મશાનમાં લોકોને અંતિમ ક્રિયા માટે ઓછામાં ઓછો અઢીથી 3 કલાકની રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિથી આવેલા દ્રશ્યો હચમચાવી દેનારા હતાં. જ્યાં રીતસર જમીન પર મૃતદેહોની લાંબી કતાર જોવા મળી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો અંગે એકતા ટ્રસ્ટ કે જે છેલ્લા એક વર્ષથી કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર કરે છે તેમના અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે, WHOની ગાઇડલાઇન પ્રમાણે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર ગેસ ચેમ્બરમાં જ કરવામાં આવે છે. જેની સંખ્યા ઓછી છે. તમામ સ્માશન મૃતદેહથી ઉભરાઇ રહ્યાં છે. એક મૃતદેહ સંપૂર્ણ સંસ્કાર માટે દોઢ ક્લાક જેટલો સમય લાગે છે. શહેરમાં રોજના દર્દીઓનો મૃત્યુઆંક 100 છે. જેથી તેમના પરીજનનોને ક્લાકો સુધી આપ્તજનોને અગ્નિસંસ્કાર માટે રાહ જોવા પડી રહી છે.

વધુ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

24 કલાક ધમધમે છે સ્માશાન ગૃહ

સુરત જેવી જ સ્થિતિ વડોદરા શહેરની પણ છે. વડોદરામાં પણ દર્દીઓનો મૃત્યુઆંક ખૂબ ઝડપે વધી રહ્યો છે. જેના કારણે 24 કલાક સ્માશ ધમધમી રહ્યાં છે. તમામ સ્મશાનમાં સતત સળગતી ચિતાઓના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કોરોના કારણે સંખ્યાએ હદપાર વધી રહી છે કે વેઇટિંગમાં મૃતદેહો જોવા મળી જ રહ્યાં છે. આ સાથે કોરોનાનો ડર એટલો બધો છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા કે અન્ય લોકોના અસ્થિઓ પરિવારજનો લેતા પણ ડરી રહ્યાં છે. સ્વયંસેવકો અસ્થિઓના પોટલા બનાવી રહ્યાં છે. પરંતુ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અસ્થિ લેવા આવતા જ નથી. જેના પરીણામે સ્મશાન ગૃહમાં અસ્થિઓના પોટલા અને અસ્થીઓ રઝડી રહ્યાં છે.

વધુ વાંચો: સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ

3 ચિતા સામે 9 મૃતદેહ અંતિમક્રિયા માટે જાઇ રહ્યાં હતા રાહ

ભરૂચમાં પણ કોરોના વાઇરસની સ્થિતિ વણસેલી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક સ્પેશિયલ કોવિડ સ્મશાન આવેલું છે. જેમાં 7 એપ્રિલે બિહામણા દ્રશ્યો જોવા મળ્યાં હતા. સાંજ સુધીમાં કોવિડ સ્મશાનમાં 10 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. 3 ચિતા સામે 9 મૃતદેહ કોવિડ સ્મશાનમાં અંતિમક્રિયા માટે રાહ જોઇ રહ્યાં હતાં. સ્વજનોનો પણ કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યાં હતાં, ત્યારે આ દ્રશ્યો ગંભીર છે અને બસ, હવે તો એટલું જ કહેવું પડે કે આપણી જ નહીં, આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા જ હાથમાં છે. લોકો જાતે જ જાગૃત થાય કોરોના ન ફેલાય અને સૌથી પહેલાં પોતે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે તે હવે જ જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.