અમદાવાદઃ જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આગ લાગવાનો મેસેજ મળ્યો ત્યારે મહિલા PSI કે.એમ.પરમાર પણ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જ્યાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ જ હતો તેવામાં જે 41 લોકો ફસાયાં હતાં તેમના દ્વારા બચાવ માટે બૂમો પાડવામાં આવી રહી હતી.
તેઓની ચીસો સાંભળીને PSI કે.એમ.પરમારથી રહેવાયું નહીં અને તેઓ તેમના સાથેના કોન્સ્ટેેબલ ભરતભાઇ સાથે ઉપરના માળે પહોંચી ગયાં હતાં. ઉપર જે લોકો બચવા માટે મદદ માગી રહ્યા હતા તેમને જીવના જોખમે PSI પરમારે બહાર લાવવાની કોશિશ કરી હતી. 41 જેટલા લોકો ફસાયાં હતાં તેમને PSI પરમારે બચાવ્યાં હતાં.
શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ: PSI પરમારની બહાદુરી, જીવના જોખમે 41 દર્દીના બચાવ્યાં જીવ - અમદાવાદ પોલિસ
અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભયંકર આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી ગયાં હતાં. આ 41 લોકોના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો પણ મોટો ફાળો છે.