ETV Bharat / city

અમદાવાદના નાગરિકોની છત્તીસગઢના ચંપારણથી મદદ માટે સરકારને પોકાર - coronavirus news Ahmedabad

કોરોના વાઇરસના કહેર વચ્ચે લોકડાઉન જાહેર થતા કથા સાંભળવા ગયેલા અમદવાદના નિકોલ વિસ્તારના વયોવૃદ્ધો જેમાં 80 સ્ત્રીઓ સહિત 90 લોકો છત્તીસગઢમાં આવેલા રાયપુર જિલ્લાના ચંપારણ ગામમાં ફસાયા છે. આ પ્રવાસિઓ 18 તારીખની રિટર્ન ટિકિટ હોવા છતાં ટ્રેન સેવા બંધ થઈ જતા આજે લોકડાઉનની સ્થિતિમાં એક મહિનાથી મુશ્કેલીમાં મુકાયા છે.

coronavirus news
coronavirus news
author img

By

Published : Apr 15, 2020, 10:40 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે લોકડાઉન જાહેર થતા કથા સાંભળવા ગયેલા અમદવાદના નિકોલ વિસ્તારના વયોવૃદ્ધો જેમાં 80 સ્ત્રીઓ સહિત 90 લોકો છત્તીસગઢમાં આવેલા રાયપુર જિલ્લાના ચંપારણ ગામમાં ફસાયા છે. આ પ્રવાસિઓ 18 તારીખની રિટર્ન ટિકિટ હોવા છતાં ટ્રેન સેવા બંધ થઈ જતા આજે લોકડાઉનની સ્થિતિમાં એક મહિનાથી મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદના નિકોલ વિસ્તારના વૃદ્ધ નાગરિકો છત્તીસગઢના ચંપારણ ખાતે ભાગવત કથા સાંભળવા ગયા હતા. તેમની રિટર્ન ટિકિટ 18 તારીખની હતી. પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને લઈને સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરતા તમામ વયજૂથના નાગરિકો છત્તીસગઢના ચંપારણ ખાતે ફસાઈ ગયા હતા. છેલ્લા એક મહિનાથી તેઓ ચંપારણમાં એક ધર્મશાળામાં રોકાયા છે. તેમાંથી કેટલાક વયોવૃદ્ધ નાગરિકોની તબિયત પણ ખરાબ છે . ઘરે પણ તેમના બાળકોને તેમની રાહ જોઈને આંસુ સારી રહ્યા છે. તો બીજી તરફ આ નાગરિકો પણ પોતાના વતનને યાદ કરી રહ્યા છે.

Etv Bharat
અમદાવાદના નાગરિકોની છત્તીસગઢના ચંપારણથી મદદ માટે સરકારને પોકાર

અત્યારે તેમની પાસે પૈસા ખૂટી પડ્યા છે. તો દવાખાનું પણ ધર્મશાળાથી 45 કિલોમીટર દૂર છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે સરકાર પાસે મદદની માગણી કરી છે. જોકે છત્તીસગઢ સરકાર તો મદદ આવી છે. પરંતુ ગુજરાત સરકાર તરફથી હજુ સુધી કોઇ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી.

નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ પંચાલે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરતા એક પત્ર પણ સરકારને લખ્યો હતો. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેની પર કોઈ એક્શન લેવામાં આવ્યુ નથી. આશ્ચર્યની વાત છે કે જ્યારે ગુજરાત સરકાર વિદેશથી આવતા નાગરિકો માટે પ્લેન મોકલી શક્તિ હોય તો પોતાના નાગરિકો સાથે અળખામણા જેવો વ્યવહાર કેમ...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.