અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) દ્વારા પકડેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં 3 ગણું ડ્રગ્સ (Jakhau Port Drugs Case) મળી આવ્યું છે. આ વખતે કુલ 775 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે મૂઝફ્ફરનગર અને ગુજરાત કનેક્શન (Muzaffarnagar and Gujarat connection) શોધવા પ્રયાસ કર્યો છે. જોકે, આ સમગ પ્રકરણમાં ગુજરાત ATSને મહત્વની સફળતા મળી છે. 280 કરોડ રૂપિયાના 56 કિલો હેરોઈનના જખૌ-કચ્છના કેસની (Jakhau Port Drugs Case) તપાસમાં વધુ 155 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.
ATSએ તપાસ શરૂ કરી - ATSને મળેલી બાતમીના આધારે, ATS તથા કોસ્ટગાર્ડ ભારતની જળસીમામાં IMBLથી 14 નોટિકલ માઈલ અંદર અલ હજ નામવાળી બોટ આવતા તેને આંતરી હતી. બોટમાં સર્ચ કરતા તેમાં 9 જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાં રહેલા 56 પેકેટ અંદાજે 280 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું. આઅંગે ATS ખાતે ગુનો નોંધી નવ પાકિસ્તાની ખલાસીઓની અટકાયત કરી તથા બોટ અને આ હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો હતો. ઝડપાયેલી પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તેમ જ હેરોઇન અંગેની વધુ તપાસ ATS દ્વારા શરૂ (Jakhau Port Drugs Case) કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Pipavav drugs seized: પીપાવાવ પોર્ટ પરથી 90 કિલો ડ્રગ્સ ઝડપાયું, કયાંથી આવ્યું હતું આ ડ્રગ્સ?
ATSએ તપાસ માટે બનાવી હતી અલગ અલગ ટીમ - ATSએ ઉત્તર ભારતના જુદાજુદા રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી માટે અલગ અલગ ટીમો બનાવી રવાના કરી હતી. પ્રાથમિક તપાસમાં રાઝી હૈદર તથા અવતારસિંહ ઉર્ફે સન્નીનું નામ ખૂલતાં ગુજરાત ATSની ટીમે દિલ્હી ખાતે NCB દિલ્હી ઓપરેશનની ટીમ (NCB Search Operation) સાથે રહી સર્ચ ઓપરેશન કરી રાઝી હૈદર અમાનત અલી ઝૈદી, સાઉથ દિલ્હી, ઈમરાન મહમ્મદ આમીર મુજફ્ફરનગર સાઉથ, ઉત્તર પ્રદેશ અવતારસિંહ ઉર્ફે સન્ની કુલદીપસિંહ ,અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ મૂળ, અફઘાનિસ્તાનને રાઉન્ડ અપ કર્યા હતા.
NCB ATSએ કરી આરોપીની પૂછપરછ - ત્યારે હૈદર રાઝીના કબજામાંથી તેમ જ મુઝફ્ફરનગર ખાતે તેની ફેક્ટરીમાંથી પણ નાર્કોટીક્સ ડ્રગ્સ 35 કિલો જેટલું (Muzaffarnagar and Gujarat connection) મળી આવ્યુ છે. આ અંગે NCB દિલ્હી દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ NCBએ ચાલુ કરી હતી. જ્યારે ઝકડાયેલો આરોપી રાઝી હૈદરની ATS તથા NCB દ્વારા સંયુક્ત પૂછપરછમાં (NCB Search Operation) મળેલી માહિતી આધારે, NCB દિલ્હી દ્વારા બીજો 50 કિલો હેરોઈનનો જથ્થો જામિયાનગર, શાહીનબાગ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો તથા સાથોસાથ રોકડા 30 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીએ મુઝફ્ફરનગરમાં સંતાડ્યો હતો નશીલો પદાર્થનો જથ્થો - ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે, આરોપી હૈદર રાઝીએ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો તેની બહેનના ઘરમાં મૂઝફ્ફરનગર ખાતે સંતાડ્યો છે. આ બાતમીના આધારે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારી તથા SOG અમદાવાદ શહેરની એક ટીમ મૂઝફ્ફરનગર (Muzaffarnagar and Gujarat connection) રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત ATS તથા SOG અમદાવાદ શહેરની ટીમે દિલ્હી સ્પેશિયલ સેલ તથા SOG મુઝફ્ફરનગરને સાથે રાખી જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાતમીવાળી જગ્યાએથી 155 કિલો હેરોઈન 775 કરોડ રૂપિયા તથા 55 કિલો શંકાસ્પદ કેમિકલ કે, જેનો ઉપયોગ નશીલા પદાર્થ બનાવવા માટે થતો હોવાનો જાણાતો હોવાથી કુલ 210 કિલોનો જથ્થો પકડી પાડ્યો છે, જેને જપ્ત કરી આગળની કાર્યવાહી ગુજરાત ATS દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATSએ 1500 કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપ્યો - જ્યારે અત્યાર સુધીમાં કુલ ગુજરાત ATS દ્વારા 56 કિલો હેરોઈનના કેસ અન્વયે વધુ 35 કિલો મૂઝફ્ફરનગર (Muzaffarnagar and Gujarat connection) ખાતેથી, 50 કિલો જામિયાનગર, શાહીનબાગ, દિલ્હી ખાતેથી તથા 155 કિલો હેરોઈન તથા 55 કિલો શંકાસ્પદ કેમિકલ જેનો ઉપયોગ નશીલા પદાર્થ બનાવવા માટે થતો હોય તેને મૂઝફ્ફરનગર ખાતેથી જપ્ત કર્યો છે. ગુજરાત ATS દ્વારા દેશની જુદી-જુદી જ્ગ્યાએથી કુલ 296 કિલો નશીલો પદાર્થ તથા શંકાસ્પદ કેમિકલની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1,500 કરોડ રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો છે.