ETV Bharat / city

શક્તિસિંહ ગોહિલની માગણીઃ પાલ આંબલીયાને પાસામાંથી મુક્ત કરો - પાલ આંબલીયા

કોરોના વાઈરસના કારણે સમાજના તમામ વર્ગોને મુશ્કેલીઓ અને યાતનાનો ભોગ બનવું પડેલ છે ત્યારે સરકારની એ ફરજ છે કે લોકોને રાહત આપવી જોઈએ.પોલીસ દ્વારા ખેડૂતો માટે લડત લડનાર પાલભાઇ આંબલિયાની ધરપકડ કરીને પાસા લગાડવામાં આવ્યો છે તે રદ કરવાની માગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરી છે.

શક્તિસિંહ ગોહિલની માગણીઃ પાલ આંબલીયાને પાસામાંથી મુક્ત કરો

author img

By

Published : May 22, 2020, 8:14 PM IST

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની વ્યથાને વાચા આપવા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પાલભાઈ આંબલીયા, ગીરધર વાધેલા, ચેતનભાઈ ગઢિયા, પ્રવીણભાઈ પટોળિયા રાજકોટ સરકારી ઓફિસ ઉપર ગયા હતા. તેમના ઉપર બર્બરતાથી હુમલો કરીને ઉઠાવી જઈને કોઈ રીઢા ગુન્હેગાર કે આંતકવાદીને માર મારવામાં આવે તે રીતે માર મારીને સરકારે પોતાની નિષ્ફળતા અને અમાનવીયતાનો પરિચય આપેલ છે. તે જ રીતે થોડા દિવસ પહેલાં રાજકોટમાં જ એક શિક્ષિત યુવાન હેમેન્દ્રસિંહ જાડેજા શ્રમિકોના પ્રશ્ને રજૂઆત કરવા જતાં તેના સામે પાસાનો હુકમ કરી તેને સૂરત જેલમાં મોકલવામાં આવ્યાં છે.

શક્તિસિંહ ગોહિલની માગણીઃ પાલ આંબલીયાને પાસામાંથી મુક્ત કરો
પાસાના કાયદાનો આ ખુલ્લેઆમ ભંગ છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પાલભાઈ આંબલીયાને ન્યાય આપવા તથા હેમેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પાસામાંથી મુક્ત કરવા માગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.