- 7 રાષ્ટ્રીય પક્ષોને 3377 કરોડની આવક અજ્ઞાત સ્ત્રોતમાંથી મળી
- કુલ આવકની 70 ટકા રકમ થઈ
- ગુજરાતમાંથી રૂ.48 કરોડનું દાન મળ્યું
અમદાવાદ: ધી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ ( ADR )એ એક રીપોર્ટ જાહેર કર્યો છે, જેમાં 7 રાષ્ટ્રીય પક્ષોને રૂપિયા 3377.41 કરોડ અજ્ઞાત સ્ત્રોતોમાંથી મળ્યા છે. જેમાં ભાજપને 2642.63 કરોડ રૂપિયાની આવક અજ્ઞાત સ્ત્રોતમાંથી મળી છે. જે બાકીના 6 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકની 3.5 ગણી થવા જાય છે.
એડીઆર દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટના મુખ્ય મુદ્દા
આ રીપોર્ટ વર્ષ 2019-20નો છે. તેના માટે 7 રાષ્ટ્રીય પક્ષો બીજેપી, કોંગ્રેસ, એઆઈટીસી, સીપીએમ, એનસીપી, બીએસપી અને સીપીઆઈને મળેલી આવકની વિગતોનો સંદર્ભ લીધો છે. બીએસપી પક્ષ દ્વારા સ્વૈચ્છિક દાન અતવા ચૂંટણી બોન્ડ દ્વારા ઝીરો આવક દર્શાવી છે.
કુલ 7 રાષ્ટ્રીય પક્ષોની વર્ષ 2019-20ની કુલ આવક રૂ. 4,758.206 કરોડ
દાતાઓના નામ ખ્યાલ છે એવી આવક રૂ.1013.805 કરોડ છે, જે કુલ આવકના માત્ર 21.31 ટકા થાય છે. રાજકીય પક્ષોની કુલ આવકમાંથી 366.991 કરોડ રૂપિયાની આવક મેમ્બરશિપ ફી, બેન્કમાંથી મળેલ વ્યાજ, પ્રકાશનો વિગેરેમાંથી થઈ છે, જે 7.71 ટકા જેટલી થાય છે. કુલ આવકમાંથી 3377.41 કરોડ રૂપિયાની આવકના સ્ત્રોતોનો કોઈ ખ્યાલ નથી, જે કુલ આવકના 70.98 ટકા થાય છે. ઉપરોક્ત રૂ.3377.41 કરોડમાંથી 2993.826 કરોડ એટલે કે 88.64 ટકા રૂપિયા ચૂંટણી બોન્ડ થકી મેળવ્યા છે.
એડીઆરના સૂચનો
(1) વર્ષ 2004થી 2020 સુધીમાં તમામ રાષ્ટ્રીય પક્ષોની અજ્ઞાત સ્ત્રોતમાંથી મેળવેલ આવકની રકમ માત્ર 14,651.53 કરોડ જેટલી છે.
(2) પક્ષોને મળેલ મોટા ભાગની રકમ કોણ આપી રહ્યું છે, તેનો ખ્યાલ જનતાને આવતો નથી. ઉદાહરણ તરીકે ભાજપની કુલ આવકના 78.24 ટકા આવક એટલે કે રૂપિયા 2642.63 કરોડનો સ્ત્રોત(દાતા) કોણ તેનો ખ્યાલ નથી. કોંગ્રેસને 526 કરોડના અજ્ઞાત સ્ત્રોતથી આવ્યા છે, લગભગ 88 ટકા ઉપરાંતની રકમ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા છે, જેમાં આપનારના નામ ગુપ્ત રાખવામાં આવે છે.
(3) 2019-20માં જુદા જૂદા રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળેલ દાન 48 કરોડ જેટલું છે, સૌથી વધુ દાન દિલ્હી અન મહારાષ્ટ્રમાંથી મળે છે.
દાતા કોણ? નામ જાહેર ન થવા તે ચિંતાનો વિષય
એડીઆરના ગુજરાત સ્ટેટ કોઓર્ડિનેટર પંક્તિ જોગે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવસેને દિવસે રાજકીય પક્ષો પાસે મોટું ફંડ આવી રહ્યું છે. આ એક ચિંતાનો વિષય છે, એટલા માટે આ પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં જોરથી થાય છે. મોટી ચિંતા એક જ વાતની છે કે આ પોલિકિટલ પાર્ટી પાસે જે પૈસા આવે છે તેનો સોર્શની જ ખબર પડતી નથી. 70 ટકા ફંડિંગ અજ્ઞાત સોર્શમાંથી આવે છે. તેના દાતા કોણ? ઈલેક્ટ્રોલ બોન્ડ અને ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા આવતા નાણામાં દાતાના નામ નથી હોતા. જ્યારે ઈલેક્ટ્રોલ બોન્ડનો કાયદો પસાર કર્યો હતો, ત્યારે તમામ પોલિટિકલ પાર્ટી ચૂપ હતી, કે અમને ફાયદો થશે. પણ હાલ શાશક પક્ષને ફાયદો થઈ રહ્યો છે. પ્રાદેશિક પક્ષોને નુકસાન થઈ રહ્યું છે. એટલે કે પૈસાના જોરે ચૂંટણી લડાઈ રહી છે.
રાજકીય પક્ષોને મળેલ દાનની રકમમાં બ્લેકમની તો નથી ને?
પંક્તિ જોગે વધુમાં ઉમેર્યું હતું કે રાજકીય પક્ષોને મળતા દાનમાં પારદર્શિતા કેમ ન હોય? આ ફંડિંગમાં બ્લેકમની પણ હોઈ શકે છે, ખોટ કરતી કંપનીઓ પણ ફંડિંગ કરી શકે છે, આવી અનેક શંકાઓ થાય તે સ્વભાવિક છે. ચિંતાની બાબત એ છે કે 80 ટકા ફંડિંગ કોર્પોરેટ સેકટરમાંથી આવે છે. તેમનો શું વેસ્ટર્ન ઈન્ટરેસ્ટ હોઈ શકે? આરટીઆઈ તમામ જગ્યાએ લાગુ પડ્યું છે, તો કાયદો બનાવનારા જ કાયદાનું પાલન કરતા નથી. ઈલેક્ટ્રોલ બોન્ડમાં કે ટ્રસ્ટમાં આપેલ દાન આવકવેરામાંથી 100 ટકા રકમ બાદ મળે છે, તો પછી શા માટે દાતાના નામ જાહેર ન કરાય.
અધધ… રાજકીય પક્ષોને કુલ આવકની 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી મળે છેઃ ADR
ભારતમાં સાત રાષ્ટ્રીય પક્ષોને 3377.41 કરોડ રૂપિયાની આવક અજ્ઞાત સ્ત્રોતોમાંથી થઈ છે, એટલે કે દાતા કોણ છે, તેનો ખ્યાલ આવતો નથી. આ કુલ આવકની લગભગ 70 ટકા રકમ થવા જાય છે. જેમાં ભાજપને સૌથી વધુ રકમ મળી છે. ગુજરાતમાંથી મળેલ દાન લગભગ 48 કરોડ જેટલું છે.

Last Updated : Sep 1, 2021, 10:45 AM IST