અમદાવાદઃ વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચૂકાદો (Judgement on 2008 Serial Bomb Blast Case) સંભળાવ્યો છે. જેમાં હવે 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર (Sentence Postponed on 2008 Blast Case ) માટે કોર્ટ સુનાવણી કરશે. ત્યારબાદ સજાનું ફરમાન થઈ શકે છે. જે 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા છે... અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મૃત્યુ થયા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.
11 વાગે કોર્ટ મળતાં સુનાવણી યોજાઇ
આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજા પર સુનાવણી (Serial Bomb Blast Case Hearing) શરૂ થઈ ગઈ છે. બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતો કોર્ટમાં વર્ચ્યૂઅલી હાજર રહેશે. દોષિતોને સાંભળ્યા બાદ (Judgement on 2008 Serial Bomb Blast Case)તેમની સજાનું એલાન થશે. સરકાર દોષિતોને કડક સજા માટેની રજૂઆત કરશે. બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન થશે. કેસની અંતિમ સુનાવણી બાદ સજાનું એલાન થશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરાઈ હતી. જેમાં હવે 11 ફેબ્રુઆરીએ (Sentence Postponed on 2008 Blast Case ) સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે.
બચાવ પક્ષે રજૂઆત માટે માંગ્યો હતો
સરકારી વકીલ અમિત પટેલ સુનાવણી બાદ કહ્યું કે, બચાવ પક્ષ દ્વારા અપીલ કરાઈ હતી. અમારી રજૂઆત માટે ત્રણ વિકનો સમય આપો. આ એપ્લિકેશન પર અમારી તરફથી પણ રજૂઆત કરાઈ હતી. કાયદાકીય પ્રોસેસ અંતર્ગત આ એપ્લિકેશન આપવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ તહોમતદારોએ 3 અઠવાડિયાનો સમય આપવાની અરજી કરી હતી. કોર્ટે તેમને સાંભળ્યા બાદ આવતીકાલ સુધી સમય આપ્યો છે. કોર્ટે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ સ્થળેથી આરોપીઓ અંગેની માહિતી આપી દેવા આદેશ કર્યો છે. 11 તારીખે (Sentence Postponed on 2008 Blast Case ) સવારે સજાની સુનાવણી (Serial Bomb Blast Case Hearing) અંગે કાર્યવાહી હાથ ધરાશે.
આજની સુનાવણીમાં શું થયું?
જયપુર, બેંગલુરુ, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યાં છે. કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષિતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજૂઆત કરે. સાથે જ શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટે તાકીદ કરી.
આ પણ વાંચોઃ Serial Bomb Blast Case Hearing : સજાના ઓર્ડર માટે કોર્ટ 11 તારીખે કરશે સુનાવણી, કોર્ટનું મૌખિક અવલોકન
કોર્ટે કહ્યું કે આવી કોઈ જોગવાઈ હોય તો બતાવો
બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદતની માગ કરાઈ. બચાવ પક્ષના વકીલે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દત માંગી હતી. જેની સામે કોર્ટે કહ્યું કે આવી કોઈ જોગવાઈ હોય તો બતાવો. બચાવ પક્ષે રજૂઆત કરી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો.
રાજીવ ગાંધી હત્યા કેસ ટાંકવામાં આવ્યો
સુનાવણીમાં રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. સરકારી વકીલે રજૂઆત કરી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ. એક ચુકાદાનો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજૂઆત કરી કે, વાલ્મિકીઓ રોજ નથી થતાં કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષિતોએ આતંકી (Judgement on 2008 Serial Bomb Blast Case) કૃત્ય કર્યું છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર (order of Sentence to the bomb blast convicts) ગણવામાં આવે છે.
આરોપીઓને કડક સજા થાય તેવી સરકારી વકીલની માંગ
આગામી 11 તારીખે (Sentence Postponed on 2008 Blast Case ) બચાવપક્ષના વકીલો આરોપીઓની સજા અંગે રજૂઆત કરશે. સરકાર દ્વારા આરોપીઓને કડક સજાની રજુઆત કરાશે. બ્લાસ્ટ કેસના 49 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તમામ આરોપીઓ વર્ચ્યુઅલી કોર્ટમાં આરોપીઓ હાજર થશે. કેસના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ છે. કેસના આરોપીઓને કડક સજા મળે તેવી સરકાર રજુઆત કરાશે. પીડિતોને વળતરની સરકાર માંગ કરશે. આ સુનાવણી (Serial Bomb Blast Case Hearing) દરમિયાન અન્ય કોઈ કેસના વકીલને કોર્ટમાં પ્રવેશ નહીં અપાય. કોર્ટના અન્ય કેસના વકીલોને કેસ સુનાવણી સમયે કોર્ટ રૂમથી દૂર રખાશે. તો બીજી તરફ હાલ સેશન્સ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 49 આરોપીઓની સજા પર આગામી 11 તારીખે 11:45 વાગે કોર્ટમાં (Judgement on 2008 Serial Bomb Blast Case) કાર્યવાહી શરૂ થશે.
આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast 2008 : ચુકાદો આપવામાં વિલંબ થયો, દોષીઓને ફાંસી આપવી જોઈએ-મૃતકોના પરિવારજન
ગોધરાકાંડનો બદલો લેવાના હેતુસર થયો હતો બ્લાસ્ટ - વકીલ
અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટાપાયે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતના 2002ના કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટની કાવતરું રચવામાં આવ્યું હતું. સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી વેર લેવાના હેતુથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. ગુજરાતમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યાં હતાં.
આરોપીઓએ સુરંગ ખોદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.