ETV Bharat / city

ચૂંટણી પ્રચારમાં કયા સિનિયર નેતાઓની નારાજગી જોવા મળશે - bharatiya janata party gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ 2 મહિનાનો સમય છે. ત્યારે આ ચૂંટણી પ્રચારમાં ભાજપ હોય કે કૉંગ્રેસ તેમના સિનિયર નેતાઓની નારાજગી દેખાશે. એવા સ્ટારપ્રચારક કયા નેતા છે કે, તેમના વગર ચૂંટણી પ્રચાર ફિક્કો લાગશે. જોઈએ ETV Bharatનો વિશેષ અહેવાલ. senior leaders campaign, Assembly Elections.

ચૂંટણી પ્રચારમાં કયા સિનિયર નેતાઓની નારાજગી જોવા મળશે

author img

By

Published : Sep 3, 2022, 3:28 PM IST

Updated : Sep 3, 2022, 4:55 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની (gujarat assembly elections 2022) જાહેરાત આડે હવે માંડ એક મહિનાનો સમય બચ્યો છે. ને ચૂંટણીમાં મતદાનની તારીખ નવેમ્બરના છેલ્લા પંદર દિવસમાં અથવા ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં આવે તેવી શકયતા છે. જો કે છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

કૉંગ્રેસમાં કોઈ તૈયારી નથી ભાજપ અને આમ આદમી પાર્ટી વધુ સક્રિય છે. કૉંગ્રેસ હજી સુસુપ્ત અવસ્થામાં છે. કૉંગ્રેસનું હાઈકમાન્ડ કે, કેન્દ્રિય કોઈ પણ નેતા ગુજરાતમાં પ્રચાર માટે (gujarat political news today) આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 5થી 7 વખત ગુજરાતમાં આવી ગયા છે. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને શિક્ષણપ્રધાન મનિષ સિસોદિયા પાંચથી સાત વખત ગુજરાત પ્રવાસે આવીને જનસભાને સંબોધી છે. જ્યારે કૉંગ્રેસમાં પ્રચારને લઈને કોઈ તૈયારી (congress campaign for gujarat) દેખાતી નથી.

સ્ટારપ્રચારકો પરિણામ પર અસર પાડી શકે છે હવે વાત કરીએ સિનિયર નેતાઓની (senior leaders campaign) કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly elections 2022) તેમના પ્રચારને કારણે પરિણામમાં મેળવી શક્યા હતા, પરંતુ વર્ષ 2022માં આ નેતાઓ પ્રચારને લઈને નારાજગી છે. તો કેટલાક નેતાઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, જેનો અવકાશ છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમાં કેટલાક નેતાઓ નારાજ હોય છે, તે મતદાન અને પરિણામ પર અસર પાડી શકે છે.

ચૂંટણી પ્રચારમાં કયા સિનિયર નેતાઓની નારાજગી જોવા મળશે
ચૂંટણી પ્રચારમાં કયા સિનિયર નેતાઓની નારાજગી જોવા મળશે

અહેમદ પટેલ કૉંગ્રેસના ખૂબ જ સિનિયર કહી શકાય એવાં નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનું અવસાન થયું છે. આજ દિન સુધી તેમની જગ્યા ખાલી રહી છે. ગુજરાત પ્રદેશ અને કૉંગ્રેસ હાઈકમાન્ડ (congress high command) વચ્ચે મોટી ખાઈ પડી છે. અહેમદ પટેલ ચૂંટણી પ્રચારની સાથે ચૂંટણી મેનેજમેન્ટ પણ સંભાળી લેતા હતા, જેથી તેમની આ ચૂંટણીમાં ખૂબ મોટી ખોટ પડશે. ગુજરાત પ્રદેશના કોઈ નેતા એવા સક્ષમ નથી કે તેઓ અહેમદ પટેલના જેવું ચૂંટણીનું મેનેજમેન્ટ કરી શકે.

ભરતસિંહ સોલંકી પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી કે, જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પૂત્ર છે. ભરતસિંહની કોરાનામાં તબિયત લથડી હતી અને 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. તેઓ સાજા થયા પછી તેમની પત્ની સાથેના છૂટાછેડાની માથાકૂટ ચાલી અને તેઓ લિવઈનમાં રહેતી તેમની પ્રેમિકાનો કિસ્સો બહાર આવ્યો હતો અને વીડિયો બહાર આવ્યા પછી ભરતસિંહની ઈમેજ ખરડાઈ છે. આથી તેઓ આ વખતે પ્રચારમાં જોડાશે નહીં અને ભરતસિંહના પ્રેમ પ્રકરણના કારણે પાર્ટીની ઈમેજ પણ ખરડાઈ છે.

વિજય રૂપાણી અને નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (vijay rupani news latest) અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાસેથી કેન્દ્રના મોવડીમંડળે રાજીનામું લઈ લીધું અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવી અને આખી નવી સરકારની રચના કરી હતી. આમ, કોઈ પણ કારણ દર્શાવ્યા વગર વિજય રૂપાણી સરકારનું રાજીનામું લેવાયું, જેથી રૂપાણીની અધ્યક્ષતાવાળું પ્રધાનમંડળ નારાજ થાય તે સ્વભાવિક છે. પાર્ટીની શિસ્તને કારણે કોઈએ વિરોધ દર્શાવ્યો નથી. પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ અંદરથી દુઃખી છે. તેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં નિરસ રહે તેવું પણ બની શકે. વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકોટવાસીઓ (સૌરાષ્ટ્રવાસીઓ) નારાજ થયા હતા. જો રૂપાણી પ્રચારમાં નહી ઉતરે તો ભાજપ માટે સૌરાષ્ટ્રમાં કપરા ચઢાણ હશે. બીજી તરફ નીતિન પટેલની નારાજગીને કારણે ઉત્તર ગુજરાતના પાટીદાર મતો પર સીધી અસર કરશે.

કુંવરજી બાવળિયા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, સીધુ પ્રધાનપદ મળ્યું અને રૂપાણી સરકારમાં પાણી પૂરવઠા, પશુપાલન અને ગ્રામીણ આવાસ પ્રધાન બન્યા હતા. રૂપાણીના રાજીનામા સાથે તેમનું પણ રાજીનામું આવ્યું. કુંવરજીભાઈ કોળી સમાજના અગ્રણી છે. તેઓ અને તેમનો કોળી સમાજ હાલ નારાજ હોય તે સ્વભાવિક છે. આગામી ચૂંટણીમાં કુંવરજીભાઈને ટિકીટ નહીં મળે તો તેઓ બગાવત કરી શકે છે અને સૌરાષ્ટ્રમાં મતદારો પર ઘેરી અસર કરી શકે છે.

આ પણ વાંચો કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ

જવાહર ચાવડા જવાહર ચાવડા માણાવદરના ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને રાતોરાત પ્રધાનપદ મળ્યું હતું. રૂપાણી સરકારમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગપ્રધાન બન્યા હતા. રૂપાણી સરકારના રાજીનામામાં તેમનો ભોગ લેવાયો હતો. આગામી ચૂંટણીમાં માણાવદરથી જવાહર ચાવડાને ટિકીટ નહી અપાય તો બળવો થશે. કારણ કે, જવાહર ચાવડા ભાજપમાંથી ઊભા હોય કે, કૉંગ્રેસમાંથી તેઓ માણાવદરની બેઠક પર ચૂંટણી જીતીને જ આવે છે. ટૂંકમાં તેમનો આ બેઠક પર દબદબો છે.

હાર્દિક પટેલ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly elections 2022) વખતે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નહતા, પરંતુ વર્ષ 2017ની ચૂંટણી વખતે તેમણે ભાજપની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. જોકે, ચૂંટણી પછી તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને ત્યારપછી તેઓ ભાજપમાં જોડાયા છે. હવે તેઓ ભાજપની વિરુદ્ધમાં કોઈ પ્રચાર નહીં કરે, પરંતુ ભાજપ હાર્દિક પટેલને પ્રચારની કમાન સોંપશે કે નહીં, તે પણ હજી નક્કી નથી. બીજૂં હાર્દિક પટેલ પર હજી ઘણા કોર્ટ કેસ પેન્ડિંગ છે, તેમને ટિકીટ પણ નહીં આપી શકે. આમ, હાર્દિક પટેલ ભાજપમાં આવીને હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી તેઓ કયાંય જાહેર કાર્યક્રમમાં દેખાયા નથી. હાર્દિક પટેલ વગર ચૂંટણી પ્રચાર ફિક્કો થઈ જશે.

આ પણ વાંચો આ વખતે કચ્છમાં આટલા સિનિયર સિટીઝનો કરશે મતદાન, ચૂંટણી તંત્ર આવ્યું હરકતમાં

અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને કૉંગ્રેસને 77 બેઠકો અપાવી હતી. વર્ષ 2017માં 16 બેઠકોનો ફાયદો થયો હતો. અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં કોંગ્રેસના નેજા હેઠળ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. વર્ષ 2017માં ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તે જ બેઠક ભાજપને નેજા હેઠળ પેટાચૂંટણીમાં હારી ગયો. હાલ અલ્પેશ ઠાકોર ભાજપમાં છે. તેમને વર્ષ 2022માં ટિકીટ નહી મળે તો ઠાકોર સમાજ ભાજપથી નારાજ થશે અને અલ્પેશ ઠાકોર બળવો પણ કરી શકે છે.

સ્ટારપ્રચારકોની ગેરહાજરી અમદાવાદના રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં (gujarat assembly elections 2022) સ્થાનિક સ્ટાર પ્રચારકોની ગેરહાજરી જોવા મળશે. ભાજપની રીતે જોઈએ તો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મિતભાષી વક્તા છે. વાંચીને બોલે છે, ખૂબ ટૂંકું બોલે છે. એટલે તેઓ સ્ટાર પ્રચારકોની યાદીમાં ન આવે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સંગઠનાત્મક રીતે સારું કામ કરી રહ્યા છે, પરંતુ તેઓ માસ અપીલ કરી શકે તેવા લોકભોગ્ય વક્તા નથી, એ હકીકત છે. બીજી તરફ વિજય રૂપાણી અને નીતિન પટેલ જેવા સિનિયર નેતાની કામગીરી માર્યાદિત હશે.

કૉંગ્રેસમાં કોર્ડિનેશનનો ગેપ સામે પક્ષે કૉંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી તેમની જગ્યા ખાલી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું કોર્ડિનેશનમાં ગેપ છે. ભરતસિંહ સોલંકી પાછા આવ્યા છે, પણ તેમની ઈમેજ ખરડાયેલી છે. જોકે, જગદીશ ઠાકોર ફાયર બ્રાન્ડ વક્તા છે. તેઓ OBC સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. આ સિવાય કૉંગ્રેસના સ્ટાર પ્રચારક કહી શકાય તેવા વક્તા નથી. આમ આદમી પાર્ટીમાં પણ સ્થાનિક લેવલે કોઈ અસરકારક વક્તા નથી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં (gujarat assembly elections 2022) તમામ રાજકીય પક્ષોએ કેન્દ્રના સ્ટાર પ્રચારકો પર આધાર રાખવો પડશે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ETV Bharat ગુજરાત

Last Updated : Sep 3, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.