ETV Bharat / city

કોરોનાથી બચવા તમામ મેડિકલ ઉપકરણ પૂરતા પ્રમાણમાં પરંતુ મેડિકલ સ્ટોરમાં ખરીદી નહિવત - મેડીકલ ઇક્વિપમેન્ટ

કોરોના વાઇરસનું સંક્રમણ હજુ પણ સતત ફેલાઈ રહ્યું છે, ત્યારે લોકોમાં થોડી જાગૃતતા આવી છે. જોકે લોકોમાં હવે કોરોના પ્રત્યેનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. હવે મેડિકલ સ્ટોરમાં કોરોનાથી બચવા માટેના તમામ તબીબી ઉપકરણો પૂરતા પ્રમાણમાં છે. પરંતુ તેની માગ ઘટી હોય અને લોકો પણ હવે ખરીદી ઓછી કરતા હોય તેઓ લાગી રહ્યું છે.

મેડિકલ ઉપકરણ
મેડિકલ ઉપકરણ
author img

By

Published : Sep 1, 2020, 10:28 AM IST

Updated : Sep 1, 2020, 11:11 AM IST

અમદાવાદ: કોરોના વાઇરસની શરૂઆત થઈ અને કોરોનાના કેસ પણ જ્યારે ઓછા હતા ત્યારે લોકોમાં કોરોના પ્રત્યેનો ડર હતો. તે સમયે લોકો ડિજિટલ થર્મોમીટર,પલ્સ ઓક્સિમીટર,ગ્લુકોમીટર અને બ્લડ પ્રેશર માપવાના સાધન ખરીદી રહ્યાં હતા અને પોતાના સ્વાસ્થ્યની જાતે જ કાળજી રાખી રહ્યા હતા. જોકે હવે બજારમાં તે તમામ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ પણ ઘટ્યું છે.

જ્યારે કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારે ડિજિટલ થર્મોમીટરની માગ વધારે હતી અને તેની કિંમત પણ તે સમયે વધારે હતી. મેડીકલ ઇક્વિપમેન્ટના સાધનો તે સમયે ખૂબ ઓછી સંખ્યામાં મળી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે મોટી કંપનીઓએ સાધનો પુષ્કળ પ્રમાણમાં બનાવ્યા છે, ત્યારે આ સાધનોના બજારમાં વેચાણ જણ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે.

મેડિકલ ઉપકરણ
ઉપરાંત માસ્ક, સેનેટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ પણ શરૂઆતમાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં બજારમાં મળતા હતા. હવે આ તમામ વસ્તુઓ બજારમાં સરળતાથી મળી રહે છે અને ભાવ પણ અગાઉ કરતા ખૂબ જ ઓછા છે, છતાં પણ આ તમામ વસ્તુઓની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.કેટલાક દુકાનદારોએ તો હવે થર્મોમીટર ,ઓક્સિમીટર જેવા સાધનોનું વેચાણ પણ બંધ કરી દીધું છે, કારણ કે અગાઉ જે પ્રમાણે વેચાણ થતું હતું તેની સરખામણીમાં અત્યારે વેચાણ નહિવત છે.બીજી તરફ જોઈએ તો કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, લોકોએ પણ હવે કાળજી લેવાનું ઓછું કરી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારથી અનલોક શરૂ થયું ત્યારથી કેસોમાં તો વધારો દેખાય છે તેનું એક કારણ લોકોની બેકાળજી પણ કહી શકાય.એકંદરે વાત કરવામાં આવે તો લોકો હવે બેફિકર થઈને બહાર ફરે છે.હજુ પણ કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત છે.મેડિકલ ઉપકરણોની ખરીદીમાં ઘટાળો થતા લોકો હવે સ્વસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા હોય તેવું લાગતું નથી.

Last Updated : Sep 1, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.