ETV Bharat / city

95 ટકા ફેફસા ફેઈલ છતાં સિવિલના ડૉક્ટરે કેવી રીતે બચાવ્યો ધોળકાની મહિલાનો જીવ - મોંઘા ઈન્જેક્શન

ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. આવી જ રીતે ધોળકાના એક દર્દી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટર ભગવાન સાબિત થયા છે.

95 ટકા ફેફસા ફેઈલ છતાં સિવિલના ડોક્ટરે કેવી રીતે બચાવ્યો ધોળકાની મહિલાનો જીવ જુઓ...

author img

By

Published : Nov 7, 2020, 3:31 PM IST

  • ડૉક્ટર દર્દી માટે ભગવાન સાબિત થયા
  • 95 ટકા નુકસાનવાળા દર્દીનો બચાવ્યો જીવ
  • ધોળકાના ડૉકટરોએ આશા છોડી દીધી હતી

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મનિષાબેન ગામમાં ખેત મજૂરી કરી રહ્યા હતા ત્યારે સ્વાસ્થ્યની તકલીફ થઈ હતી. ઉધરસ, તાવ જેવા ચિહ્નો દેખાયા થોડા સમય બાદ મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. સ્વાભાવિક રીતે પરિવારજનો ચિંતિત બન્યા. ગામથી નજીક એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તબીબોએ ધોળકાની મુખ્ય હોસ્પિટલમાં જવા કહ્યું હતું. મનિષાબેનના પરિવારજનો તેમને લઈને ધોળકા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાંના તબીબોએ કહ્યું, જો આ મહિલાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3 કલાકમાં ન પહોંચાડ્યા તો તેમનો જીવ બચાવી નહીં શકાય.

95 ટકા ફેફસા ફેઈલ છતાં સિવિલના ડોક્ટરે કેવી રીતે બચાવ્યો ધોળકાની મહિલાનો જીવ જુઓ...
95 ટકા ફેફસા ફેઈલ છતાં સિવિલના ડોક્ટરે કેવી રીતે બચાવ્યો ધોળકાની મહિલાનો જીવ જુઓ...

દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મનિષાબેનના પરિવારજનો તેમને ઝડપભેર અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં લઈ આવ્યા. ત્યાં રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત એક્સ-રેમાં જે દેખાયું તે જોઈ તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ફેફસાંની સ્થિતિના ઊંડાણપૂર્વક અને સચોટ પરિણામ સુધી પહોંચવા મનિષાબેનનો HRCT કરાવવામાં આવ્યો, તેમાં જે દેખાયુ તે સિવિલના તબીબો માટે કોરોના કાળનો સૌથી પડકારજનક કિસ્સો હતો.

ફેફસાં પણ 95 ટકા નુકસાનવાળા હતા

મનિષાબેનના ફેફસામાં 95થી 97 ટકા સુધી નુકસાન પહોંચી ચૂક્યું હતું. સીટી સ્કોર પણ 40/40 આવ્યો હતો. તબીબોના અનુમાન પ્રમાણે આટલી ગંભીર સ્થિતિ વચ્ચે દર્દીનું બચવું અત્યંત મુશ્કેલ બની રહે છે. મનિષાબેનને ફેફસાંમાં થયેલા અત્યંત ગંભીર નુકસાનને તબીબી જગતમાં ફાઈબ્રોસિસ કહે છે. આ નુકસાનની સઘન અને સચોટ સારવાર કરવામાં ન આવે તો મનિષાબેનનું મૃત્યુ થવાની સંભાવનાઓ રહેલી હતી.

ફેફસાંના રોગના નિષ્ણાત પણ મૂંઝવણમાં મૂકાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કાર્તિકેય પરમાર અને પ્રોફેસર અને વડા પલ્મોનરી મેડિસીન (ફેફસાં સંબંધિત રોગના નિષ્ણાત) ડૉ.રાજેશ સોલંકી પણ મનિષાબેનનો રિપોર્ટ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે આ બન્ને નિષ્ણાત તબીબોએ મનિષાબેનને ત્વરિત સારવાર આપીને સ્વસ્થ કરવાનું બીંડુ ઊપાડ્યું અને પછી શરૂ થયો મૃત્યુ અને દર્દીને મૃત્યુથી બચાવનારા તબીબ વચ્ચેનો સંઘર્ષ.

અત્યંત જટિલ સારવાર અને મોંઘા ઈન્જેક્શનથી સારવાર અપાઈ

તબીબો મનિષાબેનને રેમડેસિવીર, ટોસિલિઝુમેબ, પેન્ટાગ્લોબિન જેવા અત્યંત મોંઘા ઈન્જેકશનની સારવાર સાથે ડેક્ઝોના જેવી સપોર્ટિવ સારવાર આપીને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યા. આ સારવારના કારણે તેમના મોઢામાંથી સતત વહેતું લોહી અટક્યું અને ધીરે ધીરે મનિષાબેનની સ્થિતિ સુધરવા લાગી. આખરે મૃત્યુ અને તબીબોની તજજ્ઞતા વચ્ચેના તુમુલ સંગ્રામના અંતે તબીબોની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા જીતી અને મનિષાબેન સાજા થયા.

8 મહિનાની ડ્યૂટી દરમિયાન જટિલ કેસ

સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ડૉ.કાર્તિકેય પરમારે કહ્યું, મારા 8 મહિનાની કોરોના ડ્યૂટીમાં સૌથી પડકારજનક અને ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો. મનિષાબેન કે જેમની ઉમ્ર ફક્ત 30 વર્ષ છે. ફેફસાંમાં 95થી 97 ટકા નુકસાન પહોંચવું, તે આ ઉંમરના દર્દીમાં ખૂબ જ રેર જોવા મળ્યું છે. મનિષાબેન જ્યારે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે અતિગંભીર હાલતમાં હતા, પરંતુ અમારા નિષ્ણાત તબીબોની ટીમના સંકલન અને સઘન સારવારના કારણે મનીષાબેનને ફક્ત 12 દિવસમાં જ અતિ ગંભીર સ્થિતિમાથી સંપૂર્ણ પણે સ્વસ્થ કરવામાં આવ્યા હતા. મૃત્યુની કગારે આવી પહોંચેલી એક મહિલાને નવજીવન પ્રદાન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી જ્ઞાન અને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.