- સી-પ્લેનનો બીજો ટ્રાયલ રન યોજાયો
- SPGએ વોટર એરોડ્રોમ અને જેટીની સુરક્ષાની સમીક્ષા કરી
- વડાપ્રધાન મોદીના આગમન પહેલાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
- ડોગ સ્ક્વોડ સાથે સમગ્ર વિસ્તારની તપાસ કરાઈ
અમદાવાદઃ આજે મંગળવારે સવારે ડોગ સ્ક્વોડ સાથે SPGના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારનું ચેકિંગ હાથ ધરાયું હતું. SPGના જવાનો દ્વારા રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રોમ અને જેટીની ડોગસ્ક્વોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને SRPના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યાં છે.
- 31 તારીખે વડાપ્રધાનના આગમન પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ
વડાપ્રધાનના આગમન પહેલાં હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે સોમવારે જ સી-પ્લેન અમદાવાદ ખાતે પહોંચી ગયું હતું. તે સમયે એરપોર્ટ એથોરીટીના અધિકારીઓ અને ગાંધીનગરથી આવેલા અધિકારીઓ દ્વારા પણ સી પ્લેનની મુલાકાત લેવામાં આવી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગના જવાનો દ્વારા પણ સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સી-પ્લેનનો અમદાવાદથી કેવડિયા સુધીની બીજો ટ્રાયલ રન યોજાયો, SPGએ સુરક્ષાની સમીક્ષા કરી
31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી પ્લેન પ્રોજેક્ટને જનતા માટે ખુલ્લો મૂકશે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલાંની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે મંગળવારે સી-પ્લેન દ્વારા ક્રૂની સાથે રાજીવ ગુપ્તા અને એવિએશનના અધિકારીઓ પણ અમદાવાદથી કેવડિયા કોલોની સુધીના ટ્રાયલ રનમાં જોડાયાં હતાં.
આજે સી પ્લેનનો અમદાવાદથી કેવડિયા સુધીની બીજો ટ્રાયલ રન યોજાયો, SPGએ સુરક્ષાની સમીક્ષા કરી