ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટી અને DRDO વચ્ચે MOU થયા, GU માં સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી રિસર્ચની થશે સ્થાપના

DRDO અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે MOU થયાં છે. જે અંતર્ગત શહેરમાં એડવાન્સ ટેકનોલોજી સેન્ટર- સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના કરવામાં આવશે.

Latest news from Ahmedabad
Latest news from Ahmedabad
author img

By

Published : Oct 5, 2021, 11:03 PM IST

  • GU અને DRDO વચ્ચે MOU
  • GU માં સંયુક્ત રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી રિસર્ચની થશે સ્થાપના
  • આ સેન્ટર પાછળ DRDO 100 કરોડથી વધુનું કરશે રોકાણ

અમદાવાદ: શહેરમાં એડવાન્સ ટેકનોલોજી સેન્ટર- સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા હતા. આ MOU પ્રસંગે ભારત સરકારના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDO ના ચેરમેન ડૉ. જી.સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOU થી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી અને DRDO વચ્ચે MOU થયા

સંરક્ષણ અને તકનિકી ક્ષેત્રનાં વિશેષ પ્રમાણમાં હાથ ધરાશે સંશોધન

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોરોનાની બીજી લહેરના સમયમાં DRDO અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 800 બેડની હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી. જે સફળતા પૂર્વક સારવાર આપી શકી હતી. જે બાદ હવે DRDO ગુજરાત યુનિવર્સિટી તરફ વધુ એક ડગલું આગળ વધી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.