ETV Bharat / city

Sarcoma surgery : સારકોમાના દર્દીઓ માટે તબીબી વરદાન બની રહેલી GCRI ની નવી સારવાર પદ્ધતિ - પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી સારકોમાની સર્જરી

અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI માં હાડકાના ટ્યૂમર સામેની સર્જરીમાં મોટી સફળતા મળી રહી છે. અહીં 3D મોડલ્સની મદદ અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી (Sarcoma surgery with a portable navigation system) 50 જેટલી સારકોમાની સર્જરીઓ (Sarcoma surgery ) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ પ્રકારની સર્જરીથી એક નાના બાળકના અંગો પણ બચાવી શકાયાં છે.

Sarcoma surgery : સારકોમાના દર્દીઓ માટે તબીબી વરદાન બની રહેલી GCRI ની નવી સારવાર પદ્ધતિ

author img

By

Published : Aug 6, 2022, 9:55 PM IST

કમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી અને 3D પ્રિન્ટિંગના ઉપયોગથી હાડકાના ટ્યૂમર સામેની લડાઈમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI અગ્રેસર બની રહી છે.GCRIમાં 3D મોડલ્સની મદદ અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી (Sarcoma surgery with a portable navigation system) 50 જેટલી સારકોમાની સર્જરીઓ (Sarcoma surgery ) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે. સારકોમાનું વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યૂની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત આપીને અંગો બચાવી શકાય છે.

સારકોમાના દર્દીઓ માટે તબીબી વરદાન: સારકોમા સર્જરીમાં (Sarcoma surgery ) લિક્વિડ નાઈટ્રોજન, ક્રાયોસર્જરી, કોમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી , 3D પ્રિન્ટેડ જેવી આધુનિક નવીન સર્જરી પદ્ધતિઓ અને ઈમ્પ્લાન્ટનો ઉપયોગ થઇ રહ્યો છે તેમ જણાવતાં ડોક્ટર અભિજીત સાલુંકેએ કહ્યું કે રોટેશન પ્લાસ્ટી, ટર્નપ્લાસ્ટી જેવી જટિલ સર્જરીઓમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ, સારવાર અને તબીબી ટીમની નિપૂણતાના પરિણામે સકારાત્મક પરિણામો મળ્યાં છે.

સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષઃ તબીબી ક્ષેત્રે જુલાઈ મહિનો 'સારકોમા જાગૃતિ મહિના' (Sarcoma Awareness Month) તરીકે ઊજવવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમર (સારકોમા)ના દર્દીઓના સન્માન માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 35થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી ઘણાએ સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષ વર્ણવ્યા હતાં.

'રોટેશનપ્લાસ્ટી' સર્જરી દ્વારા એક નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મેળવી

વહેલું નિદાન જરૂરીઃ આ પ્રસંગે GCRIના ઓન્કો-ઓર્થોપેડિક સર્જન ડૉ. અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવારમાં વહેલું નિદાન જરૂરી છે. અજ્ઞાનતા, ડર અને સામાજિક સમસ્યાઓના કારણે ઘણા દર્દીઓ કે જેઓ સ્ટેજ III અથવા IV કેન્સર ધરાવતા હોય છે અને તેમને શસ્ત્રક્રિયા (Sarcoma surgery )અને વ્યાપક સારવારની જરૂર હોય છે તેમને મોડું નિદાન થતાં યોગ્ય સારવાર મળી શકતી નથી અને તેમના અંગોને પણ બચાવી શકાતા નથી. જો વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યુની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત અપાવી શકાય છે તેમજ તેમનાં અંગો બચાવી શકાય છે.

આ પણ વાંચોઃ Cancer Survivor Gathering in Ahmedabad : GCRI એ પહોંચાડ્યો કેન્સર સર્વાઈવરનો આ સંદેશ, જુસ્સો બિરદાવાયો

કઇ રીતે થાય છે સર્જરીઃ ડૉ. અભિજીત સાલુંકેએ જણાવ્યું કે અમે હાડકા અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમરની જટિલ સર્જરીઓ માટે લિક્વિડ નાઈટ્રોજન/ ક્રાયોસર્જરી, કોમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી તેમજ 3D પ્રિન્ટેડ મોડલ અને ઈમ્પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ નવીન પદ્ધતિઓ દ્વારા અમને દર્દીના મૂળ હાડકાને સાચવવામાં મદદ મળે છે. આવી સર્જરીમાં અમે હાડકાના ચોક્કસ ભાગને કાપીએ છીએ, ગાંઠ દૂર કરીએ છીએ, તેને જંતુમુક્ત કરીએ છીએ અને કસ્ટમાઇઝ્ડ 3D પ્રિન્ટેડ મેટલ પ્લેટ સાથે ફરીથી જોડીએ છીએ. પરંપરાગત સર્જરીની પદ્ધતિઓ વડે આટલા સચોટ પરિણામો મેળવી શકાતા નથી. આ નવીન સર્જરી (Sarcoma surgery )પદ્ધતિઓ ખભાના સાંધા, ઘૂંટણના સાંધા અને પેલ્વિક વિસ્તાર સાથે સંકળાયેલા જટિલ હાડકાની ગાંઠની સારવાર માટે 'તબીબી વરદાન' છે.

આ પણ વાંચોઃ World Cancer Day: વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ

50 સર્જરી પાર પાડવામાં આવીઃ GCRI ખાતે 3D મોડલ્સની મદદથી અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમની મદદથી (Sarcoma surgery with a portable navigation system) લગભગ 50 જેટલી સર્જરીઓ (Sarcoma surgery )સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. GCRI ઓન્કોલોજી વિભાગના ઓર્થોપેડિક ઓન્કોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી વિભાગો દ્વારા આધુનિક ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરીને વિવિધ કેન્સરની સારવાર અને સર્જરીમાં ઉત્તમ પરિણામો મેળવ્યાં છે.

નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મળીઃ ઓર્થોપેડિક ઓન્કોસર્જન ડૉ. અભિજીત સાલુંકે અને તેમની ટીમે 'રોટેશનપ્લાસ્ટી' સર્જરી દ્વારા એક નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. જેના લીધે બાળક ટૂંક સમયમાં તેમના ઘરે અને શાળાએ પાછો જઈ શકશે. રોટેશનપ્લાસ્ટી એ એક એવી સર્જિકલ પ્રક્રિયા છે જેનો ઉપયોગ નીચલા અંગોના હાડકાની ગાંઠો માટે થાય છે અને તે એક પ્રકારની સંશોધિત અંગવિચ્છેદન શસ્ત્રક્રિયા છે. Turunplasty એ એક સર્જરી છે, જેમાં પગને નિયંત્રિત કરતી ચેતાઓને સાચવી શકાતી નથી. આ સર્જરી એ અંગ બચાવવા અને અંગવિચ્છેદનની શસ્ત્રક્રિયા (Sarcoma surgery ) વચ્ચેનો મધ્યમ માર્ગ છે. સર્જરી કરેલ પગ સામેના પગની સરખામણીમાં ટૂંકો થઈ જાય છે. તેમાં રિકવરી બાદ સર્જરી કરેલ પગ પર કૃત્રિમ પગ લગાવવામાં આવે છે એમ ડો. સાલુંકેએ વધુમાં જણાવ્યું હતું.

કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ GCRIના ડિરેક્ટર ડૉ શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવાર બહુ-શિસ્તલક્ષી છે અને GCRIના ડોકટરો અને સ્ટાફ પોસાય તેવા ખર્ચે વિશ્વકક્ષાની સારવાર આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.