ETV Bharat / city

યુવાનોને પાર્ટીમાં જોડવા ભાજપે અપનાવ્યો નવો અભિગમ - સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ

અમદાવાદના વટવા ખાતે ત્રણ દિવસ વિવિધ લીગ મેચની ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ યોજાઈ હતી. અહીં યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધામાં (Sansad Khel Spardha) 275 જેટલી વિવિધ ટીમના 2,835 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાથે જ અહીં છેલ્લા દિવસે સાંસદ હસમુખ પટેલ (Ahmedabad East Lok Sabha MP Hasmukh Patel) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યુવાનોને પાર્ટીમાં જોડવા ભાજપે અપનાવ્યો નવો અભિગમ

author img

By

Published : Jun 10, 2022, 9:15 AM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં સાંસદો દ્વારા ખેલ સ્પર્ધાનું (Sansad Khel Spardha) આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ક્રિકેટ, વૉલીબોલ અને કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો લોકસભા વિસ્તારમાં આવતા રહેણાંક વિસ્તારોમાંથી યુવાનોની ટીમો બનાવીને પરસ્પર આ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

સાંસદ હસમુખ પટેલે પણ બેટ પર હાથ અજમાવ્યો

સાંસદ હસમુખ પટેલે મેચોનું કર્યું આયોજન - ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે (Ahmedabad East Lok Sabha MP Hasmukh Patel) વટવા ખાતે બીબીપરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે 8થી 10 જૂન સુધી ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચો યોજવામાં આવશે. સાથે જ તેમણે વિવિધ વિધાનસભા વિસ્તારના 6 ગ્રાઉન્ડ ખાતે લીગ મેચોનું પણ આયોજન કર્યું હતું.

સાંસદ ખેલ સ્પર્ધામાં (Sansad Khel Spardha) 275 જેટલી વિવિધ ટીમના 2,835 ખેલાડીઓએ ભાગ લીધો

1થી 10 જૂન સુધી સ્પર્ધાઓ ચાલી - 1 જૂનથી શરૂ થયેલી સાંસદ ખેલ સ્પર્ધામાં (Sansad Khel Spardha) અમદાવાદ પૂર્વે લોકસભા વિસ્તારમાં 275 જેટલી વિવિધ ટીમોના 2,835 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો આજે (10 જૂને) વટવાના બીબીપુરા ગ્રાઉન્ડ ખાતે તેના સમાપન સત્રમાં (Closing Ceremony of MP Sports Competition) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર, રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વ વિસ્તારના ધારાસભ્યો, શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ કિરીટ સોલંકી, શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભાજપ યુવા મોરચા અધ્યક્ષ વગેરે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો જુસ્સો વધારશે તેમ જ ઈનામ વિતરણ કરશે.

ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ
ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ

આ પણ વાંચો- MP Sports Competition : સાંસદ ખેલ સ્પર્ધા આયોજનની કેવી ચાલી રહી છે તૈયારીઓ

ખેલ સ્પર્ધાઓના આયોજનનો હેતુ - ખેલાડીનોમાં ખેલ ભાવના, ખેલદિલી અને સંપ ભાવનાનો સંચાર થાય, નવીન પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ થાય, ખેલાડીઓનો સર્વાંગી વિકાસ થાય. તે માટે રમતગમતની સ્પર્ધા સમયાંતરે યોજાય તે જરૂરી છે. આ રમત સ્પર્ધાના (Sansad Khel Spardha) ખેલાડીઓએ સાથે સૂર્યનમસ્કારની પણ પ્રેક્ટિસ કરી હતી. તો 21 જૂને યોજાનારા વિશ્વ યોગ દિવસે (World Yoga Day 2022) તેઓ પણ સૂર્યનમસ્કાર કરશે.

આ પણ વાંચો- Ultimate Kho Kho team : અદાણીએ ખરીદી ખોખોની આ ફ્રેન્ચાઇઝી તો જીએમઆરે પણ કરી ખરીદી

ખેલ સ્પર્ધાઓના આયોજનનો 'ખરો' હેતુ - ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ સ્પર્ધાઓ (Sansad Khel Spardha) થકી લાખો યુવાઓ પરોક્ષ સરકાર અને ભાજપના સંપર્કમાં આવે છે. એટલે તેનો પરિવાર પણ ચોક્કસ ભાજપના સંપર્કમાં આવે જ. ચૂંટણીમાં જીતનો મોટો દારોમદાર યુવાઓના માતો પર રહેલો છે, જેનો સીધો લાભ ભાજપને ચૂંટણીઓમાં મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.