અમદાવાદ: સાણંદમાં પોતાના પસંદગીના પાત્ર સાથે પ્રેમલગ્ન કરનારી 4 માસની ગર્ભવતી બહેન અને તેના પતિની ક્રૂરતાપૂર્વક હત્યા (Sanand Triple Murder Case) કરનારા આરોપી હાર્દિક ચાવડાને ગ્રામ્ય કોર્ટ (ahmedabad rural court)ના જજ જે.એ.ઠક્કરે ફાંસી અને 10 વર્ષની આકરી સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, સાણંદ (Crime In Sanand)ના છારોડી ગામમાં રહેતા વિશાલ પરમાર અને તરૂણા ચાવડા વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતાં. આ દંપતિ સાણંદના દલિતવાસ ખાતે ભાડેથી રહેતું હતું.
ચાકુના 14 ઘા મારીને બનેવીની કરી હતી હત્યા - તારીખ 29-6-2018ના રોજ તરૂણાનો ભાઈ આરોપી હાર્દિક ચાવડા બહેનના ઘરે પહોંચી ગયો હતો અને તે અમારી મરજી વિરુદ્ધ લગ્ન કેમ કર્યા એમ કહીને બહેનને ચાકુના 7 ઘા ઝીંકી દીધા હતા. આ જોઈને તરૂણાનો પતિ વિશાલ ગભરાઈને બાજુના ઘરમાં જતો રહ્યો હતો. આરોપી હાર્દિકના માથે ખૂન (Murder In Sanand) સવાર હતું. તેણે બાજુવાળાના ઘરે જઈને પોતાના બનેવી ઉપર ચાકુના 14 ઘા ઝીંકીને કરપીણ હત્યા (Murder In Ahmedabad) નીપજાવી હતી. બાજુમાં રહેતા રંભા બહેને આ સમગ્ર બનાવ પોતાની આંખે જોયો હતો. તેમણે કોર્ટમાં સાક્ષી બનીને જુબાની આપી હતી.
મૃતકના પરિવારને 10 લાખનું વળતર આપવાનો આદેશ - આ કેસમાં સરકારી વકીલ જે.સી.પટેલે કહ્યું કે, આ સમગ્ર કેસમાં કોર્ટનું અવલોકન એવું છે કે, આરોપીએ આ કરેલું કૃત્ય ખૂબ જ ગંભીર છે અને ઓનર કિલિંગ (honor killing in gujarat)નો છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. કોર્ટે આ કેસમાં કુલ 17 સાક્ષી અને 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને 302 મુજબ ફાંસીની અને 316 મુજબ 10 વર્ષની સજા સાથે મૃતકના પરિવારને 10 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. સાથે જ એક સાક્ષીને 5,0000 આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
4 માસના ગર્ભની પણ હત્યા - આરોપીએ પોતાની બહેનના 4 માસના ગર્ભની પણ હત્યા કરી હતી. આરોપીએ ખૂબ જ ગંભીર ગુનો કર્યો હોઈ કોર્ટે આ કેસને રેરેસ્ટ ગણીને ફાંસીની સજા અને સખત 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સમાજમાં આવા પ્રકારના બનતા કેસોમાં લોકોને દાખલો બેસે અને લોકોને પણ ન્યાયમાં વિશ્વાસ બેસે એ માટે આ પ્રકારની કડક સજા કરવામાં આવી છે.