- પનવેલમાં બનતી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બજારમાં
- પર્યાવરણને હાની ન પહોંચે તે માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિની લોકો ખરીદી કરી રહ્યા છે
- ખેતર અને તળાવની માટી માંથી બનેલી મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે
અમદાવાદ: મહારાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં બનતી ભગવાન ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ હવે બજારમાં ગણેશ પર્વના આગમનને લઈને જોવા મળી રહી છે. આ મૂર્તિઓની વિશેષતાઓ એ છે કે, ફાર્મ સોઈલ અને સાડુ માટીની એટલે ખેતર અને તળાવની માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ફાર્મ સોઈલની મૂર્તિમાં જે કલર કરાય છે તે હર્બલ કલર છે, જેમાં કંકુ અને હળદરનો ઉપયોગ કરાય છે. જ્યારે સાડુ માટીની મૂર્તિ પર વોટર કલરનો ઉપયોગ કરાય છે.
પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધી જાગૃતિ
સરકારની મૂર્તિ સ્થાપનાની ગાઈડલાઈન પ્રમાણે ખાસ પર્યાવરણના રક્ષણ હેતુ તમામ માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે, જે 12થી 24 ઇંચની હોય છે. જેથી લોકો પણ આ મૂર્તિઓ લઈ જઈ ઘરે જ પધરાવી શકે છે. બજારમાં મૂર્તિઓની જુદી જુદી વેરાયટી જોવા મળી રહી છે, જેન લોકો ખરીદી રહ્યા છે. જો કે કોરોનાના કારણે ઓછી માંગથી મૂર્તિની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો નથી.
જુદી-જુદી મૂર્તિઓ
વિશ્વમાં પ્રસિદ્ધ એવી દગડુ શેઠ હલવાઈની મૂર્તિ, લાલ બાગના રાજાની મૂર્તિ, ઢોલિયા ગણપતિ, પેશ્વા સ્ટાઈલના ગણપતિ, મૈસુરી સ્ટાઈલના ગણેશજી તેમજ સાફો પહેરેલા ગણેશજીની મૂર્તિઓ એક જ બજારમાં મળી રહી છે.
વધુ વાંચો: વડોદરામાં ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, ગણેશ મંડળની યોજાઇ બેઠક
વધુ વાંચો: Ganeshotsav 2021 : 10 સપ્ટેમ્બરથી લાલબાગના રાજાનો દરબાર શણગારવામાં આવશે