ETV Bharat / city

અમદાવાદમાં યોજાયું BJPના સક્રિય કાર્યકરોનું સંમેલન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ભાજપ સરકાર તમામનું કલ્યાણ કરનારી સરકાર - ગુજરાતમાં ભાજપના સક્રિય સભ્યો

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સક્રિય ભાજપ સંમેલન (BJP convention In Ahmedabad) યોજાયું. આ સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલ CR પાટીલ અને દર્શનાબેન જરદોશ સહિતના ભાજપના નેતાઓ જોડાયા હતા. અલગ અલગ સ્થાનથી 1 લાખ 39 હજાર કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અમદાવાદમાં સક્રિય સંમેલનમાં જોડાયા 1.39 હજાર કાર્યકર્તાઓ

author img

By

Published : Apr 5, 2022, 7:46 PM IST

Updated : Apr 5, 2022, 9:35 PM IST

અમદાવાદ: 2022ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઇને હવે ભાજપની તૈયારીઓનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Riverfront) ખાતે ભાજપના સક્રિય કાર્યકરોનું સંમેલન (BJP convention In Ahmedabad) યોજાયું. ભાજપે આ કાર્યક્રમને સક્રિય ભાજપ સંમેલન નામ આપ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના દર્શનાબેન જરદોશ અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અલગ અલગ વોર્ડ અને વિધાનસભા ક્ષેત્રના લોકો પહોંચ્યા હતા.

1 લાખ 39 હજાર કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા- આ નિમિત્તે ભાજપ ગુજરાતના મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું કે, સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આટલો ઉત્સાહ અને ઉમંગ આપણા રાજ્યના CM છે જેમના લીધે છે. તેમણે જણાવ્યું કે, આજે અલગ અલગ સ્થાનેથી 1 લાખ 39 હજાર કાર્યકર્તાઓ (BJP Workers In Gujarat) આ કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ સુરતથી જોડાયા છે. આ ઉપરાંત 29 જિલ્લાઓમાંથી અધ્યક્ષ અને મંત્રીઓ અને પ્રભારીઓ પણ જોડાયા છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: ભાજપ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને કરી રહ્યું છે સક્રિય

સી.આર. પાટીલ સુરતથી વર્ચ્યુઅલી જોડાયા- સુરતથી પોતાના સંબોધનમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, 32 લાખ 27 હજાર 950 કાર્યકર્તાઓ આજે ભાજપના સભ્યો છે. તેમણે જણાવ્યું કે, સક્રિય સભ્ય (BJP Active Members In Gujarat) થવા માટે ભાજપમાં ઓછામાં ઓછા 25 સામાન્ય સભ્ય નોંધાવવા પડે છે, ત્યારે એક સક્રિય સભ્ય બને છે. તમામ સક્રિય કાર્યકરોને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેમાં એક સક્રિય કાર્યકરે 25 સભ્યો બનાવવા ફરજીયાત હતા. CR પાટીલે તમામ સક્રિય સભ્યોને જેમને સામાન્ય કાર્યકર બનાવ્યા છે તેનો સંપર્ક કરી IT સેલના કન્વીનરને મોકલવા જણાવ્યું હતું.

કોંગ્રેસના સૂપડાં સાફ કરવામાં કાર્યકરોનું મહત્વનું યોગદાન- આવનારા દિવસોમાં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. CR પાટીલે જણાવ્યું કે, હાલ ભાજપનો દરેક કાર્યક્રમ પણ ચૂંટણી માટે તૈયાર છે. કાર્યકરો મને કહી રહ્યા છે કે ચૂંટણી આયોજિત કરી લો અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, કેટલાક ટીકાકારોને મુદ્દા મળતા નથી. બાય ઇલેક્શન દરમિયાન કોંગ્રેસને હતું કે 8 સીટો અમારી જ છે. ત્યારે હું નવો અધ્યક્ષ હતો. તેમ છતાં જીતીને આવ્યા હતા. 6 મહાનગરપાલિકામાં ભાજપ જીતી હતી. કોંગ્રેસ (Congress In Gujarat)ના સૂપડાં સાફ કરવામાં કાર્યકરોનું મહત્વનું યોગદાન હતું.

ભાજપમાં તમામ નેતાઓ જમીન સાથે જોડાયેલા લોકો- CR પાટીલે જણાવ્યું કે, ભાજપના કાર્યકરોને હવે જીતવાની આદત પડી ગઈ છે. આવનારા ઇલેક્શનમાં કોંગ્રેસને ઉમેદવાર મળવા પણ ભારે પડશે. ભાજપમાં તમામ નેતાઓ જમીન સાથે જોડાયેલા લોકો છે. પોતાના સંબોધનમાં CR પાટીલે સ્વીકાર્યું કે, લોકો PM મોદીને જોઇને મત આપે છે, CR પાટીલ અથવા ભૂપેન્દ્ર પટેલને જોઇને કોઈ મત નથી આપતું. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, કોઈ અહંકાર ન આવવો જોઇએ. રૂપિયા, જ્ઞાતિ અથવા અન્ય મુદ્દો ન લાવતા. મોદીના ચહેરાના લીધી જીતીએ છીએ.

આ પણ વાંચો: BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર

પોલીસ વિભાગમાં 26000 ભરતી- CR પાટીલે સાથે જ કહ્યું કે, કોઈ કાર્યકરનું અપમાન અથવા કોઈ ગેરવાજબી વર્તન ન થવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ હવે આ પ્રકારનું વર્તન થતું બંધ થઈ ગયું છે. ભાજપનો દરેક કાર્યકર આવે ત્યારે પ્રધાને તેની તમામ બાબતોને ધ્યાને રાખી અગ્રિમતા આપવી જ પડશે. ભરતીને લઇને તેમણે કહ્યું કે, પોલીસ વિભાગમાં 26 હજાર ભરતી કરવા CMએ મંજૂરી આપી છે.

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?- તો આ સક્રિય ભાજપ સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરકાર મોટી સંખ્યાઓ બનાવી શકે છે પરંતુ નાની નાની મુશ્કેલીઓ કાર્યકર્તાના આધારે જ દૂર થઈ શકે છે. 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવની સાથે આપણા કાર્યકરોને પણ યાદ કરવા ખુબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, ભાજપ સરકારે અયોધ્યા મંદિર, 370 જેવી કલમ જેની કલ્પના ન હોય તેવા કામો કરીને બતાવ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સાથે આગળ વધવાનું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર તમામનું કલ્યાણ કરનારી સરકાર છે. ધારાસભ્યથી લઈને તમામ નાનામાં નાનો કાર્યકર સક્રિયતાથી કામ કરતો હોય છે. ભાજપ ચૂંટણી માટે કામ કરતી પાર્ટી નથી. ત્યારે આજે જે જવાબદારી મળી છે તે સંકલ્પબદ્ધ થઈ નિભાવીશું.

Last Updated : Apr 5, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.