ETV Bharat / city

અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે થઇ તો જોવા મળ્યું આવું, વાસણા બેરેજના 24 દરવાજાએ વહાવ્યું પાણી - Sant Sarovar

સાબરકાંઠામાં ભારે વરસાદ થવાના કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. જેના પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. અમદાવાદના રીવરફ્રન્ટનો નજારો આ સમયે જોવાલાયક બન્યો હતો. તો વધારાના પાણીને વહાવવા વાસણા બેરેજના 24 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. Heavy rain in Sabarkantha, A view of Ahmedabad's riverfront, 24 Gates of Vasana Barrage

અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે થઇ તો જોવા મળ્યું આવું, વાસણા બેરેજના 24 દરવાજાએ વહાવ્યું પાણી

author img

By

Published : Aug 23, 2022, 9:40 PM IST

અમદાવાદ મેઘરાજા શ્રાવણ માસના સરવરિયાને બદલે ધોધમાર વરસી રહ્યા છે. વરસાદની આ ઇનિંગમાં વારો આવ્યો છે ઉત્તર ગુજરાતનો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તો ધડબડાટી બોલાવી દીધી હતી. નદીઓના જળસ્તર વધતા ક્યાંક પૂરની સ્થિતિ નિર્માણ પામી થતાં ક્યાંક ડેમોના દરવાજા ખોલવાની નોબત આવી હતી. ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહી છે.

સાબરકાંઠામાં ભારે વરસાદ થવાના કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી

ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓ વરસાદ પડ્યો છે. જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા અને ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી હતી. સાબરકાંઠામાં ભારે વરસાદ Heavy rain in Sabarkantha , ના પગલે બુધવારે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નર્મદા કેનાલમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું તેમજ ગાંધીનગર સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવતાં અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ પર સાબરમતી નદીમાં રિવરફ્રન્ટના પગથિયાં સુધી પાણી પહોંચ્યા હતાં. અમદાવાદના રીવરફ્રન્ટનો નજારો A view of Ahmedabad's riverfront , જોવાલાયક બન્યો હતો.

આ પણ વાંચો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી

10 ગામોને અસર સંત સરોવરનું ફૂલ રિઝર્વિયર લેવલ 55.50 મીટર છે. પાણીની આવક વધતા સંત સરોવરના 21 દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતાં અને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો ઇન્દ્રોડા શાહપુર ધોળાકુવા રાંદેસણ રાયસણ રતનપુર વલાદ જુના કોબા કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો હવે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો આવી શકે છે અંત

24 દરવાજાઓ ખોલાયાં હતાં સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું હતું.18 ઓગસ્ટે વાસણા બેરેજના 24 દરવાજા 24 Gates of Vasana Barrage ,ખોલી દેવામાં આવ્યા હતાં. ત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર હતું. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.