ETV Bharat / city

IPL Qualifier Match 2022: મોદી સ્ટેડિયમમાં ન ચાલ્યો 'પાટીદાર' પાવર - રજત પાટીદારનું શાનદાર પ્રદર્શન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) શુક્રવારે IPL 2022ની ક્વાલિફાયર 2 મેચ (IPL Qualifier Match 2022) રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવી ધૂળ (Match between Rajasthan Royals and Royal Challengers Bangalore) ચટાડી હતી. તો આ સાથે જ મેચ પૂર્ણ થતાં સ્ટેડિયમની બહાર દર્શકોમાં ખુશી અને ગમ બંનેનો માહોલ જોવા (RR beats RCB) મળ્યો હતો.

IPL Qualifier Match 2022: મોદી સ્ટેડિયમમાં ન ચાલ્યો 'પાટીદાર' પાવર

author img

By

Published : May 28, 2022, 8:35 AM IST

Updated : May 28, 2022, 9:23 AM IST

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શુક્રવારે IPL 2022ની ક્વાલિફાયર 2 મેચનું સાક્ષી (IPL Qualifier Match 2022) બન્યું હતું. અહીં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Match between Rajasthan Royals and Royal Challengers Bangalore) વચ્ચે રસાકસીની ટક્કર થઈ હતી. જોકે, છેવટે રાજસ્થાન રોયલ્સે RCBને 7 વિકેટથી હરાવી (RR beats RCB) તેના આગળના પ્રવાસ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

વિરાટ કોહલીએ કર્યા નિરાશ

દર્શકો ખોટા પડ્યા, RCBએ સ્કોરબોર્ડ પર ઓછા રન મૂક્યા - મેચ શરૂ થતા પહેલા મોટા ભાગના દર્શકો માનતા હતા કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ મેચ જીતશે અને ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ બાજી પલટાતી ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ટોસ હારવાની સાથે (RR beats RCB) જ થઈ ગઈ હતી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર ટોસ જીતનાર કપ્તાન બોલિંગ પસંદ કરે છે. તે જ રીતે રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજુ સેમસને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. તેમનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.

આ પણ વાંચો- IPL Final 2022 : એક મહિનો કરાવશે વિનામૂલ્યે અહીં રોપ વેની સફર, પણ એક શરત છે!

વિરાટ કોહલીએ કર્યા નિરાશ - જ્યારે RCBની વાત કરીએ તો, ટીમના ઓપનર અને સ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli poor performance) કે, જેમનું સમગ્ર IPLમાં કંગાળ પ્રદર્શન રહ્યું છે. તે શુક્રવારે પણ યથાવત્ જોવા મળ્યું હતું. વિરાટ કોહલી ફક્ત 7 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જ્યારે કેપ્ટન ફાફ દૂ પ્લેસિસ પણ કાંઈ ખાસ કરી શક્યો નહતો. મોટા નામ મેક્સવેલ અને દિનેશ કાર્તિક પણ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. તો રજત પાટીદારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈજ્જત (Superb performance by Rajat Patidar) બચાવી હતી. તેણે 58 રન માર્યા હતા, પરંતુ સમયાંતરે વિકેટો પડતા ટીમ 20 ઓવર્સમાં 8 વિકેટે સ્કોર બોર્ડ પર 157 રન મૂકી શકી હતી. આમ રાજસ્થાનને જીતવા 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, મેચમાં રજત પાટીદારે આટલી શાનદાર ઈનિંગ રમી તેમ છતાં તેનો જાદૂ ચાલ્યો નહતો અને તેની ઈનિંગ એડે ગઈ હતી.

આ પણ વાંચો- પંચમહાલમાં IPL ટીમ ગુજરાત ટાઇટન્સ માટે અનોખો પ્રેમ

સરળતાથી જીતી ગઈ રાજસ્થાનની ટીમ - મેચ શરૂ થતા અગાઉ પ્રથમ બેટીંગ કરનાર ટીમે 180-190 જેટલા રન સ્કોરબોર્ડ પર મૂકવા જરૂરી હતા. જોકે, બેંગ્લોરે (RR beats RCB) ઓછા રન મૂકતા મેચ રાજસ્થાન તરફ સરકી ગઈ હતી. રાજસ્થાને આક્રમક શરૂઆત કરતા 5 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. તો ઓપનર જોસ બટલરે (Jos Buttler Century in IPL) 60 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 106 રન ફટકારી મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. અન્ય ખેલાડીઓએ બીજા છેડે બટલરને સાથ આપ્યો હતો. 18.1 ઓવર્સમાં ત્રણ વિકેટ ગુમાવીને રાજસ્થાને પોતાનું લક્ષ્ય મેળવી લીધું હતું. જોસ બટલર અણનમ રહ્યો હતો. સ્વભાવિક રીતે જોસ બટલર પ્લેયર ઓફ મેચ (Jose Butler Player of the Match) રહ્યો હતો.

રવિવારે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ફાઈનલ મેચ - હવે રવિવારે (29 મે)એ રાજસ્થાન રોયલ્સ IPL 2022નો ખિતાબ મેળવવા માટે ટોપ પર રહેલી ગુજરાત ટાઈટન્સ સામે (Rajasthan Royals Gujarat Titans final match) ટકરાશે. રાજસ્થાન ગુજરાતનું પડોશી રાજ્ય છે. અહીંયા આજની મેચમાં પણ રાજસ્થાનના ઘણા સપોટર્સ હતા. સ્ટેડિયમમાં ગૂલાબી ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા. બીજી તરફ લોકલ ટીમ ગુજરાત ટાઈટન્સ મેચ જીતવા માટે હોટ ફેવરીટ છે.

Last Updated : May 28, 2022, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.